આ 5 કસરત કરવાથી માખણની જેમ ઓગળવા લાગશે કમરની ચરબી


By Hariom Sharma27, Sep 2023 04:53 PMgujaratijagran.com

કમરની ચરબી ઘટાડવા માટે તમે ઘણા પ્રકારના ઘરેલુ નુસખા અપનાવો છો. તેની સાથે તમારે કેટલીક કસરત પણ કરવી જોઇએ. આ સરળ કસરતથી બેલી ફેટ ઘટાડવામાં મદદ મળશે.

રનિંગ

રોજ સવારે તમારે 25થી 30 મિનિટ રનિંગ કરવી જોઇએ. આ એક ફુલ બોડી વર્કઆઉટ. રોજ દોડવાથી બોડી ફેટ ઘટે છે અને શરીરમાં રક્તનું સંચાર સારી રીતે થાય છે.

સ્કવાટ

સૌથી પહેલા બંને પગની વચ્ચે ગેપ બનાવીને સીધા ઉભા રહો. બંને હાથને સામેની તરફ હવામાં રાખો અને ઘૂંટણને સીધા રાખીને આડધા બેસો. આનાથી હિપ્સ અને કમરની આસપાસની ચરબી ઘટે છે.

સાઈકલિંગ

સાઈકલિંગ કરવાથી કમર અને જાંઘની ચરબી ઘટે છે. રોજ 30 મિનિટ સાઈકલ ચલાવવાથી બોડીના મસલ્સ મજબૂત બને છે.

જુમ્બા

કમરની ચરબી ઘટાડવા માટે તમારે નિયમિત રીતે 10 મિનિટ જુમ્બા કરવા જોઇએ. આ કરવાથી કેલેરી વધુ બર્ન થાય છે.

દોરડા કૂદવા

તમારે ફુલ બોડી વર્કઆઉટ માટે દોરડા કૂદવા જોઇએ. આનાથી પીઠ, કમર અને ખભાની ચરબી ઘટે છે. સાથે જ પગના સ્નાયુઓને મજબૂતી મળે છે. આ બોડીમાં જમા એકસ્ટ્ર કેલેરીને બર્ન કરે છે.

ત્વચા પર લસણનું તેલ લગાવાના ફાયદા