Citrus Fruits: આ ચાર મહિલાઓ ભૂલથી પણ ના ખાય ખાટ્ટા ફળ


By Sanket M Parekh22, Jun 2025 03:59 PMgujaratijagran.com

વિટામિન Cથી ભરપુર

ખાટ્ટા ફળોમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આમ છતાં આવી 4 મહિલાઓએ ખાટ્ટા ફળો ખાવાનું ટાળવું જ જોઈએ.

યુરિન ઈન્ફેક્શન

જો તમને યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન હોય, તો તમારે ખાટ્ટા ફળો ખાવાનું ટાળવું જોઈએ, નહીંતર પેશાબ કરતી વખતે બળતરા થઈ શકે છે.

પ્રેગ્નેન્સીમાં ના ખાવ

જો કોઈ સ્ત્રી ગર્ભવતી હોય, તો તેણે કોઈપણ પ્રકારના ખાટ્ટા ફળ ખાવાનું ટાળવું જોઈએ. આનાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.

નબળા દાંત હોય તો

જો તમારા દાંત નબળા હોય કે તમને દાંત સબંધિત અન્ય કોઈ સમસ્યા હોય, તો તમારે ખાટ્ટા ફળોનું સેવન ન કરવું જોઈએ.

માથાનો દુખાવો હોય ત્યારે

કેટલીકવાર સ્ત્રીઓને વધુ પડતું કામ કરતી વખતે માથાનો દુખાવો થઈ શકે છે. આવી સ્થિતિમાં ખાટ્ટા ફળોમાં હાજર સાઇટ્રિક એસિડ અને ઓક્ટોપામાઇન માથાનો દુખાવો વધારી શકે છે.

વધારે પડતા ખાટ્ટા ફળો ખાવાનું ટાળો

વધારે પડતા ખાટ્ટા ફળ ખાવાથી શરીરમાં એસિડનું પ્રમાણ વધે છે, જેના કારણે પાચન તેમજ પેટમાં દુખાવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.

તબીબની સલાહ લો

જો તમને ખાટા ફળો ખાવામાં કોઈ સમસ્યા હોય, તો તમારા આ સંદર્ભે એક વખત તબીબની સલાહ અચૂક લેવી જોઈએ.

Bath In Rain Water: વરસાદના પાણીમાં ન્હાવાથી શું થાય?