Bath In Rain Water: વરસાદના પાણીમાં ન્હાવાથી શું થાય?


By Sanket M Parekh22, Jun 2025 03:54 PMgujaratijagran.com

તાજગી અને ઠંડકની ઋતુ

વરસાદની ઋતુ પોતાની સાથે ઠંડક અને તાજગી લાવે છે, પરંતુ ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવવામાં પણ મદદ કરે છે. ચાલો જાણીએ વરસાદના પાણીમાં નહાવાથી શું થાય છે.

મન શાંત થાય છે

એવું કહેવાય છે કે ન્હાવાના પાણીમાં વરસાદનું પાણી ઉમેરીને સ્નાન કરવાથી મન શાંત થાય છે અને નેગેટિવ એનર્જી દૂર થાય છે.

ગ્રહોની અસર

જે લોકોની કુંડળીમાં રાહુ, કેતુ અને શનિનો પ્રભાવ હોય, તેમણે વરસાદના પાણીથી સ્નાન કરવું જોઈએ.

અવરોધો દૂર થાય

વરસાદના પાણીમાં સ્નાન કરવાથી જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે. આ સાથે જ એક પછી એક બધા કામ પૂર્ણ થાય છે.

નેગેટિવ એનર્જી દૂર થાય

ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર વરસાદનું પાણી છાંટવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે.

વરસાદના પાણીનો ઉપાય

એવું કહેવાય છે કે, વરસાદના પાણીથી આ ઉપાયો અજમાવાથી ઘર અને પરિવારમાં સુખ-શાંતિ રહે છે.

ઉનાળામાં રાગી ખાઈ શકાય કે નહીં? જાણો