જો તમે આજની મહિલાઓને પ્રેશર કુકરની વિશેષતાઓ વિશે પૂછશો તો તમને આવા જવાબો મળશે,જે તમે ભાગ્યે જ સાંભળ્યા હશે. આ એટલા માટે છે કારણ કે તેમાં રાંધવું ખૂબ જ સરળ છે.
પહેલાના જમાનામાં જ્યારે પ્રેશર કુકર નહોતા ત્યારે તપેલીમાં ભોજન રાંધવામાં આવતું હતું. જે સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ તેમાં ઘણો ગેસ બાળવો પડે છે.
મોટાભાગની મહિલાઓ રસોઈ માટે પ્રેશર કુકરનો ઉપયોગ કરી રહી છે.પરંતુ કેટલાક લોકોનું કહેવું છે કે તેમાં બનેલો ખોરાક અનેક રોગોને આમંત્રણ આપે છે.
નિષ્ણાતોના મતે જો તમે પ્રેશર કુકરમાં સ્ટાર્ચયુક્ત ખોરાક રાંધો છો તોતે તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોઈ શકે છે. કારણ કે તેનાથી હૃદયની બીમારીઓનું જોખણ વધી જાય છે.
પ્રેશર કુકરમાં ચોખા ન રાધવા જોઈએ. આવું એટલા માટે છે કે કારણ કે જ્યારે આપણે પ્રેશર કુકરમાં ચોખા રાંધીએ છીએ, ત્યારે તેનું પાણી બહાર નથી આવતું, જેનાથી સ્થૂળતા થઈ શકે છે.
આપણામાંથી મોટાભાગના લોકો બટાટાને પ્રેશર કુકરમાં જ બાફીએ છીએ.પરંતુ એ ભૂલી જઈએ છીએ કે ચોખાની જેમ બટાટામાં પણ સ્ટાર્ચ હોય છે, જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.
ઘણા લોકો માછલીને રાંધવા માટે પ્રેશર કુકરમાં પણ રાખે છે, પરંતુ તે દરમિયાન તેઓ ભૂલી જાય છે કે માછલી ખૂબ જ ઝડપથી રંધાઈ જાય છે, જેને વધારે રાધવામાં આવે તો તેનો સ્વાદ ખરાબ થઈ શકે છે.
પ્રેશર કુકરમાં પાસ્તા બનાવવાથી તેમાં સ્ટાર્ચનું પ્રમાણ વધી જાય છે, જે સ્વાસ્થ્ય માટે સારું નથી.
જો તમે પ્રેશર કુકરમાં ક્રીમ બેઝ સાથે કઈ પણ બનાવો છો તો તે પણ યોગ્ય નથી.કારણ કે તે શાકભાજીના સ્વાદનો નાશ કરી નાખે છે. સાથે જ તેના જરૂરી પોષક તત્વો પણ નષ્ટ થઈ જાય છે.