એવું કહેવાય છે કે, 1935માં ઓગસ્ટ મહિનાના પ્રથમ રવિવારે એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. માનવામાં આવે છે કે, તેની પાછળ અમેરિકન સરકારનો હાથ હતો.
મૃતકનો એક ખાસ મિત્ર હતો. જ્યારે તેણે પોતાના ફ્રેન્ડના મોતના સમાચાર સાંભળ્યા, ત્યારે તે દુખી થઈ ગયો હતો.
આ ખબર સાંભળતા જ તે વ્યક્તિએ પણ આપઘાત કરી લીધો. જે બાદ અમેરિકન સરકારે ઓગસ્ટના પ્રથમ રવિવારને ફ્રેન્ડશિપ ડે તરીકે મનાવવાનો શરૂ કરી દીધો.
ભારતમાં દર વર્ષે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય એમ બે પ્રકારે ફ્રેન્ડશિપ ડે મનાવવામાં આવે છે. 30 જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય ફ્રેન્ડશિપ ડે ઉજવવામાં આવે છે.
આ ઉપરાતં બીજો ફ્રેન્ડશિપ ડે ઓગસ્ટના પ્રથમ રવિવારે મનાવવામાં આવે છે. ભારત સાથે અમેરિકા, મલેશિયા અને બાંગ્લાદેશમાં પણ ઓગસ્ટ મહિનાના પ્રથમ રવિવારે ફ્રેન્ડશિપ ડે મનાવવામાં આવે છે.
લોગો આ દિવસે પોતાના ખાસ મિત્રોને મળે છે. આ સાથે જ ક્યાંક બહાર ફરવા જાય છે અને એકબીજાને ફ્રેન્ડશિપ બેન્ડ આપે છે.
આ વર્ષે એટલે કે 2023માં ફ્રેન્ડશિપ ડે 6 ઓગસ્ટના રોજ મનાવવામાં આવશે. આ દિવસને ખાસ બનાવવા માટે તમે તમારા મિત્રોને ગિફ્ટ પણ આપી શકો છો.