હાડકા કમજોર કરે છે આ ફૂડ્સ, તેનાથી બચો


By Hariom Sharma12, Jul 2023 10:00 AMgujaratijagran.com

શરીરમાં હાડકાને લગતી સમસ્યા થવા પાછળનું એક મુખ્ય કારણ ખોરાકની પસંદગી પણ હોય છે. કેટલાક ફૂડ્સના સેવનથી શરીરમાં કેલ્શિયમની ખરાબ અસર થાય ચે મને હાડકા કમજોર થવા લાગે છે. આવો જાણીએ કેલ્શિયમને ખરાબ કરતાં ફૂડ વિશે.

પાલકનું સેવન

પાલક સ્વસ્થ્ય માટે ગુણકાર છે, પરંતુ પાલકમાં ઓક્સલેટની માત્રા વધુ હોય છે, જે કેલ્શિયમને પ્રભાવીત કરે છે. પાલેકની શાકભાજીનું સેવન મર્યાદિત માત્રામાં કરો અથવા હાડકાને લગતી કોઇ સમસ્યા છે ડોક્ટરની સલાહ બાદ તેનું સેવન કરો.

મીઠાનું સેવન

વધુ માત્રામાં મીઠાનું સેવન કરવાથી શરીરમાં કેલ્શિયમની માત્રા ઘટવા લાગે છે, જેનાથી હાડકા કમજોર થાય છે. મીઠામાં સોડિયમ હોય છે જે શરીરમાં ગયા બાદ કેલ્શિયમને યુરિનના માધ્યમથી શરીરમાંથી બહાર કાઢે છે.

ઝંક ફૂડના સેવનથી

ઝંક ફૂડમાં રહેલું મીઠું અને સૈચ્યુરેટેડ ફેટ શરીરમાં કેલ્શિયમને ઘટાડે છે, જેનાથી હાડકા કમજોર થાય છે. અથાણું ખાવાથ પણ હાડકા કમજોર થાય છે.

કોલ્ડડ્રિન્કનું સેવન

કોલ્ડડ્રિન્ક હાડકાને કમજોર કરી શકે છે. કોલ્ડડ્રિન્કમાં કાર્બન ડાયોક્સાઇડ અનો ફોસ્ફોરસ રહેલું હોય છે, જેનાથી કેલ્શિયમ શરીરરમાં ઘટવા લાગે છે, અને હાડકા કમજોર થવા લાગે છે.

કોફી અને ચા

વધુ માત્રામાં કોફી અને ચાનું સેવન કરવાથી પણ હાડકા કમજોર થવા લાગે છે. આમાં કેફીન ઘણી માત્રામાં રહેલું હોય છે, જે હાડકાના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

કરો આ કસરત અને ઘટાડો પેટની જિદ્દી ચરબી 1 મહિનામાં