પેટ અને કમરના ભાગ પરની ચરબી તમારો લુક ખરાબ કરવાની સાથે સાથે ઘણી બીમારીઓનું કારણ પણ બને છે. બલી ફેટ ઘટાડવા માટે આ સરળ કસરતને ઘરે જ કરી કરી શકાય છે, જાણો તેના વિશે.
તમારી બેલી ફેટ ઘટાડવા માટે તમે લિફ્ટની જગ્યાએ દાદરાનો ઉપયોગ કરવો જોઇએ. દરરજો દાદરા ચઢ- ઉતર કરવાથી તમારા પેટની ચરબી ઘટી શકે છે.
દોરડા કૂદવાથી શરીરને સ્વસ્થ રાખવાની સાથે પેટની લટકતી ચરબીને પણ ઘટાડી શકો છો. બેલી ફેટ ઘટાડવા માટે રોજ સ્કિપિંગ કરો.
શું તમે જાણો છો સ્વિમિંગની મદદથી પણ વજન ઘટી શકે છે. બેલી ફેટ ઘટાડવા માટે અઠવાડિયામાં 4થી 5 વખત સ્વિમિંગ કરવું જોઇએ.
દોડવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધવાની સાથે વજન પણ ઘટી શકે છે. આ રોજ એક કલાક રનિંગ કરવાથી પેટની જિદ્દી ચરબી ઘટી શકે છે.
કેટલાક લોકો ડાન્સ કરવો ખૂબ જ પસંદ હોય છે, જે વનજ ઘટાડવા માટે સારી કસરત છે. રોજ 30થી 40 મિનિટ ડાન્સ કરવાથી તમે બેલી ફેટ ઘટાડી શકો છો.
દિવસભર નોર્મલ વોક કરવાની જગ્યાએ બ્રિસ્ક વોક કરવાથી શરીરને ઘણાં ફાયદા મળે છે. આ વોક શરીરને સ્ફૂર્તિલું બનાવવાની સાથે ચરબી ઘટાડવામાં પણ મદદ કરે છે.