SHANAZ HUSAIN: મોન્સૂનમાં વાળને સાચવવા માટે અજમાવો આ 5 ટિપ્સ


By Hariom Sharma11, Jul 2023 08:16 PMgujaratijagran.com

વરસાદનું પાણી વાળમાં ચોંટી જાય છે, જેના કારણે વાળમાં ચિકાસ અને ફંગલની સમસ્યા થવા લાગે છે. આવો જાણીએ વરસાદમાં વાળને સાચવવા માટે શહનાઝ હુસૈને કંઇ ટિપ્સ બતાવી છે.

રોજ વાળને ધોવો

શહનાઝના કહેવા પ્રમાણે વરસાદમાં દિવસમાં ઓછામાં ઓછા 2થી 3 વાર વારને વોશ કરવા જરૂરી છે. વરસાદના પાણીનું PH લેવલ હાઇ હોય છે, જે પાણી એસિડિક બને છે. વરસાદમાં પલળ્યા પછી ઘરે જઇને શેમ્પૂથી વાળ ધોવા.

વાળમાં તેલ લગાવો

વરસાદમાં હેર ઓઇલિંગ સ્વસ્થ વાળ માટે ખૂબ જ જરૂરી છે. મોન્સૂનના સમયમાં વાળને ભરપૂર પોષકણની જરૂર હોય ચે, જેનાથી તેનું તૂટવું અને ખરવાનું ઘટે છે. પોષણ માટે વાળમાં ઓઇલિંગ અને મસાજ જરૂરી છે.

કયા તેલનો ઉપયોગ કરવો?

મોન્સૂનમાં વાળ માટે નારિયળનું તેલ સારો વિકલ્પ છે. આમાં રહેલું એન્ટિ ફંગલ અને એન્ટિઓક્સિડેન્ટ ગુણ સ્કેલ્પને હેલ્ધી રાખે છે અને વાળને ખરતા અને ડ્રાય થતાં બચાવે છે.

મોટા દાંતાવાળા કાંસકાનો ઉપયોગ કરો

મોન્સૂનમાં વાળ ખૂબ જ તૂટવા લાગે છે, આ માટે વાળને ઠીક કરવા માટે મોટા દાંતાવાળો કાંસકાનો ઉપોગ કરવો ફાયદાકારક છે. મોટા દાંતાવાળા કાંસકાના ઉપોયગથી વાળ તૂટવાનું અને ખરવાનું રિસ્ક ઓછું હોય છે.

મોન્સૂનમાં વાળ નાના રાખો

મોન્સૂનમાં લાંબા વાળ રાખવા એ વાળને લગતી સમસ્યાઓને વધારી શકે છે. વરસાદમાં લાંબા વાળ વધુ ખરે છે, સાથે સ્કેલ્પ ઇન્ફેક્શનનું જોખમ પણ વધુ રહે છે. નાના વાળમાં આ સમસ્યા ઘટી શકે છે.

આ ઉપયોગ પણ કરો

- મોન્સૂનમાં વાળને સ્વસ્થ અને મજબૂત બનાવી રાખવા માટે ઝિંક અને આયર્ન બેસ્ટ ડાયેટ લો, સાથે વિટામિન રિચ ફૂડ્સનું સેવન કરો. - મોન્સૂન દરમિયાન લીમડાના પાણીતી હેર વોશ કરવા જોઇએ. - મોન્સૂનમાં વાળને લાંબા સમય સુધી ભીના ના રાખો.

શરદી અને ઉધરસથી છુટકારો મેળવા આ સરળ રીત અપનાવો