શરદી અને ઉધરસથી છુટકારો મેળવા આ સરળ રીત અપનાવો


By Jivan Kapuriya11, Jul 2023 06:35 PMgujaratijagran.com

શરદી અને ઉધરસ

બદલાતી મોસમની અસર શરીર પર થાય છે. તેના કારણે શરદી અને ઉધરસની સમસ્યા શરૂ થાય છે. આવો જાણીએ તેનાથી બચવા માટે ક્યાં ઉપાયો કરવા જોઈએ.

રોગપ્રતિકારક શક્તિ

બદલાતી મોસમને કારણે રોગપ્રતિકારક શક્તિ પણ ઘટે છે.જેના કારણે શરીર કેટલીક બીમારીઓની ચપેટમાં આવી શકે છે.

સ્વસ્થ ખોરાક

તમારા ખાદ્ય પદાર્થોમાં સ્વસ્થ આહારનો સમાવેશ કરવો જોઈએ. આ રોગોને રોકવામાં મદદ કરે છે.

હળદર અને દૂધ

ઉધરસ અને શરદીથી છુટકારો મેળવવા માટે હળદરવાળા દૂધનું દરોજ સેવન કરવું જોઈએ. હળદરવાળા દૂધમાં એન્ટિબાયોટિક તત્વ હોવાથી તે શરીર માટે ફાયદાકારક છે.

ચ્યવનપ્રાશ ખાવું

ચ્યવનપ્રાશ શરીરને ઘણા ઈન્ફેક્શનથી બચાવે છે. આ દરોજ દૂધની સાથે ખાવાથી શરદીની સમસ્યા દૂર થાય છે. આ સિવાય રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે.

વરાળ લો

જો તમને ભીના થયા પછી શરદી-ઉધરસની મસ્યા થાય તો તેને દૂર કરવા માટે પાણીમાં મીઠું નાખી વરાળ લઈ શકો છો.

આદુની ચા

ઉધરસ અને શરદીથી બચવા માટે આદુની ચા પીવી જોઈએ. તેનાથી શરદી ગરમી મળે છે. જે શરદીને મટાડવામાં મદદ કરે છે.

લવિંગનું સેવન

ઉધરસથી બચવા માટે લવિંગનું સેવન કરી શકો છો. તેને મધની સાથે પીસીને પણ ખાઈ શકાય છે.

વાંચતા રહો

જીવનશૈલી અને સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

આ છે ડાયાબિટીસના લક્ષણો