ડાયાબિટાસથી પીડિત લોકો સંપૂર્ણ માત્રામાં ઈન્સુલિન ઉત્પન થતું નથી. આવો જાણીએ કે આવા ક્યાં લક્ષણો છે જે ને અવગણવા ન જોઈએ.
ડાયાબિટીસ કોઈ પણ ઉંમરના લોકોને થઈ શકે છે. પરંતુ ડાયાબિટીસ પ્રકાર -1 છે તે બાળકો, કિશોરો, યુવાનોમાં થાય છે, જ્યારે ડાયાબિટીસ પ્રકાર-2 40 વર્ષથી ઉપરના લોકોમાં જોવા મળે છે.
શરીરમાં સુગરનું પ્રમાણ ઈન્સ્યુલિનને કંટ્રોલ કરે છે, શરીરમાં સુગરનો વધારો-ઘટાડો થયા કરે છે.
આપણા શરીરની કાર્યવાહી જાળવી રાખવા માટે લીવર બ્લડ સુગર છોડે છે, જેના કારણે ડાયાબિટીસના દર્દીઓને સવારના સમયે હાઈ બ્લડ સુગરનો એહસાસ થાય છે.
ડાયાબિટીસ હોય તેને આંખો નબળી અને વારંવાર ભૂખ લાગવી જેવા લક્ષણો જોવા મળે છે.
ઘણા લોકોને ટેસ્ટ પહેલા નીંદર આવવી,થાક લાગવાની સમસ્યા અને ફંગલ ઈન્ફેક્શન જેવા લક્ષણો જોવા મળે છે.
ઘણા લોકોમાં થાક,નબળાઈ,ભૂખ લાગવી, વધારે તરસ લાગવી વગેરે લક્ષણો જોવા મળે છે. આવા લક્ષણોને અવગણતા નહીં, તેનાથી જોખમ વધી શકે છે.
અચાનકથી વજનમાં ઘટાડો થવો એ પણ ડાયાબિટીસનું લક્ષણ હોય શકે છે. આવું થાય તો તરત જ ટેસ્ટ કરાવીને સારવાર કરાવવી જોઈએ.
જીવનશૈલી અને સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી ગુજરાતી જાગરણ પર વાંચતા રહો.