કાજુને પલાળવાથી ફાયટીક એસિડનું પ્રમાણ ઘટે છે, જે શરીરને કાજુમાં રહેલા મહત્વપૂર્ણ પોષક તત્વોને સરળતાથી શોષી લે છે. આવો જાણીએ પલાળેલા કાજુ ખાવાથી સ્વાસ્થ્ય સંબંધિત ફાયદાઓ વિશે.
પલાળેલા કાજુમાં મોનો-અનસેચ્યુરેટેડ અને પોલી-અનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ હ્રદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જે કાર્ડિયોવેસ્ક્યુલર રોગોનું જોખમ ઘટાડી શકે છે.
પલાળેલા કાજુમાં રહેલ પ્રોટીન શરીરના સ્નાયુઓ, કોષો અને રોગપ્રતિકારક શક્તિને સુધારવામાં મદદ કરે છે. પલાળેલા કાજુનું દરોજ સેવન કરવાથી શરીરમાં પ્રોટીનની ઉણપ નથી થતી.
પલાળેલા કાજુમાં રહેલ મેગ્નેશિયમ,કેલ્શિયમ અને પોટેશિયમ તમારા હાડકાને મજબૂત બનાવવામાં અને ઓસ્ટિયોપોસિસનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે.
પલાળેલા કાજુમાં ફાઇબરનું પ્રમાણ વધી જાય છે. જે પેટ સંબંધિત સમસ્યાને સુધારવામાં મદદ કરે છે. કબજિયાત અને અચલાની સમસ્યામાં પલાળેલા કાજુનું સેવન કરવાથી ફાયદાકારક સાબિત થાય છે.
કાજુમાં કુદરતી રીતે ફેટ અને પ્રોટીન હોય છે. જેથી પલાળેલા કાજુનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલુ લાગે છે, જે વધતા વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
પલાળેલા કાજુમાં વિટામિન-સી અને વિટામિન-ઈ હોય છે. જે તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરી શકે છે. જે વાયરસ અને અન્ય મોસમી બીમારીઓ સામે લડવાની ક્ષમતાને સુધારે છે.
કાજુમાં જોવા મળતા ઓમેગા-3 ફેટી એસિડ અને એન્ટીઓક્સીડેન્ટ તમામ મગજને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. પલાળેલા કાજુનું દરોજ સેવન કરવાથી ઉન્માદ અને યાદશક્તિમાં ઘટાડો વગેરેની શક્યતાઓ ઘટી જાય છે.
પલાળેલા કાજુમાં મેગ્નેશિયમ અને બાયોટિન તમારા ઈન્સ્યુલિનના સ્તરને સુધારમાં મદદ કરે છે. બ્લડ સુગરના વધેલા સ્તરને નિયંત્રણ કરવા માટે પલાળેલા કાજુનું સેવન કરી શકાય છે.