તળેલા ખોરાકમાં કાર્બોહાઇડ્રેટ્સ, ચરબી અને કેલરીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. જે બધા ખીલનું જોખમ વધારી શકે છે. મધ્યસ્થતામાં ખાવાથી દરેક વસ્તુ તમારા સ્વાસ્થ્ય માટે ખરાબ નથી.
દરેક લોકા જાણે છે કે તૈયાર ખોરાક સારા નથી હોતા, તેમ છતા તેને આરોગવામાં આવે છે, તેમાં ખાંડ વધુ માત્રામાં હોય છે જે કદાચ કોઈને ખબર નથી હોતી. વધારે ખાંડનું સેવન કરવાથી તમારા ત્વચાને વૃદ્ધ કરી શકે છે અને ખીલ થવાનું જોખમ વધારી શકે છે.
શુદ્ધ કાર્બોહાઇડ્રેટને સફેદ બ્રેડ તરીકે ગણવામાં આવે છે.તે સૂચવે છે કે તે ઝડપથી પચાય છે,તુટી જાય છે અને શાષાય છે.તમારા બ્લડ સુગરનું સ્તર વધારે છે.
સફેદ ચોખાએ ઉચ્ચ ગ્લાયકેમિક ઇન્ડેક્સ ધરાવતું શુદ્ધ ખોરાક છે, જે સફેદ બ્રેડ જેવું જ છે. ફરીથી બ્લડ સુગર વધાવાની સમસ્યા બંધ કરે છે જે આખરે તમારી તેલ ગ્રંથીઓને સક્રિય બનાવે છે જે ખીલ પેદા કરે છે.
જ્યારે વધુ પડતું સેવન કરવામાં આવે છે, ત્યારે આલ્કોહોલ શરીર અને ત્વચાને ડિહાઇડ્રેટ કરે છે.વધુ પડતા સેવનથી ચહેરાની ઉપરની રેખાઓ,આંખની નીચે સોજો વગેરે થઈ શકે છે.
જો તમે કોફીનું સેવન કરો છો, તો તમે ડિહાઇડ્રેટેડ થઈ શકો છો. બીજી તરફ પુરાવાનો વધતો સમૂહ સૂચવે છે કે કોફીના એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો મેલાનોમાં અને નોન મેલાનોમા ત્વચા કેન્સરને અટકાવી શકે છે.
આખા અનાજ અને વૈકલ્પિક લોટના પાસ્તા તાજેતરમાં વધુ લોકપ્રિય થવાનું એક કારણ છે. સફેદ લોટ, કાર્બોહાઇડ્રેટ્સનો રાજા છે, નિયમિત પાસ્તાનો પ્રાથમિક ઘટક છે.જે તેને ઉત્તજક ખોરાક બનાવે છે.
મકાઈનું તેલ,મગફળીનું તેલ,તલનું તેલ,સોયાબીનનું તેલ અથવા સૂર્યમુખીનું તેલ જેવા રિફાઈન્ડ તેલ સાથે રસોઈ કરવાથી તમારી ત્વચાને નુકસાન થઈ શકે છે.
કેન્ડી અને મધુર પીણાંની ત્વાચા પર બ્લડ સુગરની અસર દેખાઈ છે,તેવી જ અસરો મીઠાઈ અને પેસ્ટ્રીમાં પણ થાય છે. જ્યારે બ્લડ સુગરનું સ્તર વધે છે,ત્યારે તેલ ગ્રંથીઓ વધુ તેલ ઉત્પન્ન કરવાનું શરૂકરે છે.