પિસ્તા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ ડ્રાય ફ્રુટ ખાવાથી ઘણા ફાયદાઓ સાથે મેદસ્વિતાથી પણ છુટકારો મેળવી શકાય છે.
પિસ્તા પોષક તત્વોથી ભરપૂર હોય છે. પોટેશિયમ,કેલ્શિયમ,વિટામમીન અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં મળી આવે છે.
જો તમે પેટની ચરબીથી પરેશાન છો તો પિસ્તાના સેવનથી વધતા પેટને સરળતાથી ઘટાડી શકાય છે.
જો તમે કોલેસ્ટ્રોલની સમસ્યાથી પરેશાન છો તો રોજ પિસ્તા ખાવ. પિસ્તા ખાવાથી કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરી શકાય છે.
પિસ્તાના સેવનથી શરીરનો સોજો ઓછો કરી શકાય છે. પિસ્તામાં બળતરા વિરોધી ગુણ હોય છે, જેના કારણે બળતરાથી રાહત મળે છે.
વધતી જતી ઉંમર સાથે હાડકાં નબળા પડવા લાગે છે. આવી સ્થિતિમાં પિસ્તાનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે. પિસ્તા ખાવાથી હાડકાં મજબૂત થાય છે.
શરીરમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખીને રોગથી બચી શકાય છે. પિસ્તા ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય છે.
સ્વાસ્થ્ય સંબંધિત વધુ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.