કિડનીની સમસ્યામાં રોજ ખાવ આ શાકભાજી


By Hariom Sharma08, Aug 2023 10:00 AMgujaratijagran.com

કિડનીમાં કોઇ પણ પ્રકારની સમસ્યા એ સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. કિડનીને લગતી કોઇ પણ મુશ્કેલીમાં થવા પર આ શાકભાજીનું સેવન તમારા માટે ફાયદાકારક હોઇ શકે છે. આવો જાણીએ આ શાકભાજી વિશે.

પાલક

પાલકમાં મેગ્નેશિયમ, ફોલેટ અને આયર્ન ભરપૂર માત્રામાં રહેલું હોય છે. આ તમામ પોષકતત્ત્વ કિડની માટે ફાયદાકારક ગણવામાં આવે છે. ડાયેટમાં પાલકને સામેલ કરીને તમે કિડનીને લગતી સમસ્યાઓથી રાહત મેળવી શકો છો.

આમળાનું સેવન

આમળા વિટામિન સીથી ભરપૂર હોય છે. જેનાથી તમારી ઈમ્યૂનિટી મજબૂત બને છે. આ સિવાય આમળામાં એન્ટિઓક્સિડેન્ટ પણ ભરપૂર હોય છે જે કિડનીને લગતી બીમારી દૂર કરવામાં મદદ કરે છે.

કેપ્સિકમનું સેવન

કેપ્સિકમ પણ કિડનીના દર્દીઓ માટે ફાયદાકારક હોય છે. આમા એન્ટિઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં રહેલું હોય છે, કિડનીમાં જમા થતું ઝેરથી છુટકારો અપાવવામાં મદદ કરે છે. કેપ્સિકમને ડાયેટમાં સામલે કરવું એ ફાયદાકરક બની શકે છે.

ફુલાવરનું સેવન

ફુલાવર પણ ઘણાં પોષકતત્ત્વોથી ભરપૂર હોય છે, જે કિડની માટે ખૂબ જ ફાયદાકારક છે. આમા વિટામિન સી, ફાયબર અને ફોલેટ જેવા પોષકતત્ત્વો રહેલા છે, જે કિડની માટે હેલ્ધી હોય છે.

ડુંગળીનું સેવન

ડુંગળીમાં રહેલા ફ્લેવોનોઇડ્સ કિડનીની હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આમા રહેલું એન્ટિઓક્સિડેન્ટ કિડનીની બીમારીઓ દૂર કરે છે. ડુંગળીને શાક અને સલાડમાં ચોક્કસ ખાવામાં લો.

લસણનું સેવન

લસણમાં ઘણાં પોષકતત્ત્વ રહેલા છે, જે કિડનીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. લસણમાં સોડિયમ, ફોસ્ફોરસ અને પોટેશિયમની સારી માત્રા હોય છે, જે કિડનીને લગતી સમસ્યાઓને ઓછી કરવામાં મદદ કરે છે.

કાળા મરી અને હળદર ખાવાના ફાયદા