Bad food combination: ચા સાથે આ ખોરાક ક્યારેય ન ખાશો


By Smith Taral18, Apr 2024 02:07 PMgujaratijagran.com

ભારતમાં ચા સૌથી વધારે પીવાતું પીણું છે, મોટાભાગના લોકો તેમની સવાર ચા સાથે જ કરતા હોય છે. ચા સાથે લોકો અવનવો નાસ્તો પણ કરવાનું પસંદ કરતા હોય છે, પરતું કેટલાક એવા ખોરાક છે જેને તમારે ચા સાથે ન લેવા જોઈએ, આવો જાણીએ

લીલા શાકભાજી

લીલા શાકભાજીમાં ભરપૂર માત્રામાં આયર્ન અને ચામાં ટેનીન અને ઓક્સાલેટ હોય છે જે શરીરમાં આયર્નના શોષણમાં અડચણ ઉભી કરે છે

ફ્રુટ સલાડ

ફળોમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે. અને જો તેને ચા સાથે ખાવામાં તો એસિડિટી જેવી સમસ્યા થઈ શકે છે.

લીંબુનો રસ

લીંબુનો રસ એસિડિક હોય છે, અને તેને ચા સાથે લેવામાં આવે તો તે તમારા શરીરમાં એસીડનું સ્તર વધારી શકે છે, અને તેનાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.

હળદર

ચા અને હળદર ને પણ ખરાબ કોમ્બીનેશન ગણવામાં આવે છે, તેનાથી તમને એસિડિટી અથવા કબજિયાત જેવી પેટની લગતી સમસ્યાઓ થઈ શકે છે.

દહીં

ચા ગરમ છે, જ્યારે દહીંની પ્રકૃતિ ઠંડી હોય છે, આયુર્વેદમાં તેને વિરુધ્ધ અન્ન કહેવામાં આવે છે. તેનાથી શરીરમાં અસંતુલન સર્જાઈ શકે છે

જો તમારી કારમાં આગ લાગે છે તો પહેલા આ કામ કરો