ઉનાળાની ગરમીમાં ટુ વ્હીલર અને કાર સળગવાના ઘણા કિસ્સા સામે આવતા હોય છે, તેવામાં તમારી કાર અને વેહીકલને સાવચેતી રાખવી ઘણું મહત્વનું બની જાય છે. જો તમારી સાથે આવી કોઈ કાર સળગવા જેવી દુર્ઘટના બને તો તમારે કેવા પગલા લેવા જોઈએ તે વિશે આપણે આ સ્ટોરીમાં વાત કરીશું.
ચાલતી કારમાં જ્યારે આગ લાગી જાય ત્યારે તમારી કારની સિસ્ટમ કામ કરવાનું બંધ કરી દે છે, જેથી તમે કારના બારી દરવાજા ખોલી નથી શકતા, આવી વિકટ પરિસ્થીતીમાં તમારે આ કામ કરવું
આવી પરિસ્થીતીમાં સૌથી પહેલા તમે કારમાંથી ચાવી કાઢી લો અને એન્જીન બંધ કરી લો. જેથી કારમાં આગ ફેલાવાની સંભાવના થોડી ઓછી થઈ જાય
જો તમારી કારના દરવાજા લોક થઈ જાય અને તમે તેને ખોલી ના શકો તો કારમા રહેલી કોઈ ઠોસ વસ્તુથી કાચ તોડીને બહાર આવવાનો પ્રયત્ન કરો.
આવા સમયે તમારે કોઈ સંજોગોમાં ટેક્સ બોનેટ ખોલવાનું નથી આમ કરવાથઈ વિસ્ફોટ થઈ શકે છે. તમારે ફક્ત કારમાંથી બહાર નીકળીને તેનાથી દૂર ચાલ્યા જવાનું છે.