ઉનાળામાં કાચી કેરી કેમ ખાવી જોઈએ? જાણો તેના કારણો અને ફાયદા


By Smith Taral18, Apr 2024 11:40 AMgujaratijagran.com

ઉનાળામાં કાચી કેરી ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે, આ તમને લૂ થી પણ બચાવે છે. ઉનાળામાં કેરીનું વધુ પ્રમાણમાં સેવન કરવામા આવે છે જેમાં લોકો પાકી કેરી ખાવાનું વધારે પસંદ કરે છે, પણ શું તમે જાણો છો પાકી કેરી કરતાં કાચી કેરી ખાવાના પણ ઘણા ફાયદા છે. તેનો સ્વાદ ખૂબ ખાટો હોય છે પરંતુ શરીરને ઠંડક આપવાનું પણ કામ કરે છે

સુગર નિયંત્રીત કરે છે

અન્ય ફળોની સરખામણીમાં કાચી કેરીમાં નેચરલ સુગર રહેલુ હોય છે માટે આ ખાવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

હૃદયનું સ્વાસ્થ્ય

કાચી કેરી પોટેશિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે. આ બંને લોહીના પ્રવાહમાં સુધારો કરે છે.આ સિવાય તેમા મેંગિફેરીન નામનું એક ઉત્તમ એન્ટીઑકિસડન્ટ પણ રહેલું છે. જે તમારા હૃદયને સ્વસ્થ રાખવાનું કામ કરે છે.

પાચન તંત્ર

કાચી કેરીમાં એમીલેઝ હોય છે. આ એક પાચન એન્ઝાઇમ છે જે તમારા પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

કોલેસ્ટ્રોલ

કાચી કેરીનું સેવન કરવાથી શરીરને સારી રીત ડિટોક્સ થાય છે અને તે ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે લીવરની કાર્યક્ષમતામાં સુધારો કરે છે

વજનમાં ઘટાડે છે

કાચી કેરીમાં ઓછી કેલરી હોય છે. તમે તેને ઉનાળામાં નાસ્તા તરીકે પણ ખાઈ શકાય છે જે તમને વજન જાળવી રાખવામાં પણ મદદ કરે છે.

જો તમારામાં વિટામિન B12 ની ઉણપ હોય તો આજથી જ આ ફળો રોજ ખાવાનું શરૂ કરો