શરીરને સ્વસ્થ રાખવા માટે પોષક તત્વોની જરૂર હોય છે. શરીરમાં પોષક તત્વોની ઉણપને કારણે વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
વિટામિન ડી શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેની ઉણપથી હાડકાં નબળા પડી જાય છે અને માંસપેશીઓમાં દુખાવો, વાળ ખરવા, ડિપ્રેશન વગેરે જેવી સમસ્યાઓ થાય છે.
વિટામિન ડીની ઉણપ દૂર કરવા માટે અહીં જણાવેલ કેટલાક ડ્રિંક્સનું સેવન કરી શકો છો.
ગાયના દૂધમાં વિટામિન ડી જોવા મળે છે. તેથી રોજ એક ગ્લાસ ગાયનું દૂધ પીવાથી શરીરમાં થતા રોગોથી બચાવે છે.
ગાજરમાં વિટામિન ડીની સાથે અન્ય પોષક તત્વો પણ મળી આવે છે. તેનો રસ પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે આંખો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
નારંગીમાં વિટામિન સી અને વિટામિન ડી જોવા મળે છે. તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે.
શરીરમાં વિટામિન ડીની ઉણપ દૂર કરવા માટે છાશનું સેવન કરો. તેનાથી શરીરને ઠંડક મળે છે.
બદામમાં વિટામિન ડી ભરપૂર માત્રા મળી આવે છે. તેથી તેનું સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે અને રોગોથી બચે છે.
જીવનશૈલી સાથે સંબંધિત આવા અન્ય સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.