ઈડલી, સાઉથ ઈન્ડયનનો ઘણો પોપ્યુલર નાશ્તો છે. ઈડલીમાં સૌથી વધુ સ્વાદ તેની નરમાઈને લીધે આવે છે. જો તમે પણ ઘરે ઈડલીને રેસ્ટોરન્ટ જેવી નરમ બનાવવા માંગતા હોવ તો આ સરળ ટિપ્સ અજમાવી જુઓ.
બાસમતીના બદલે ઈડલી ચોખા અથવા પરબોઈલ્ડ ચોખાનો ઉપયોગ કરો, જેથી ઈડલી વધુ નરમ બને.
2 કપ ચોખા માટે 1 કપ અડદની દાળનો ઉપયોગ કરો, અને તાજી દાળ જ લો.
ચોખા અને દાળ પીસવા માટે ફુડ પ્રોસેસરને બદલે વેટ ગ્રાઇન્ડરનો ઉપયોગ કરો અને પીસવા માટે ઠંડુ પાણી વાપરો, જેથી મિશ્રણ ગરમ ન થાય
1-2 ચમચી મેથીના દાણા દાળ સાથે પલાળો, તેનાથી ઈડલી નરમ અને સ્વાદિષ્ટ બને છે.
બેટર તૈયાર કર્યા પછી 5 મિનિટ સુધી હાથથી ફેન્ટો, જેથી તેમાં હવા ભળી જાય અને ઈડલી નરમ બને.
બેટરને હવાચુસ્ત ન કરીને ઢાંકીને 8-10 કલાક સુધી આથો આવવા દો.