ન્યૂટ્રિએન્ટથી ભરપૂર હોય છે આ રંગબેરંગી શાકભાજી


By hariom sharma02, Mar 2023 08:02 PMgujaratijagran.com

એક જ શાકભાજીમાં બધાં ન્યૂટ્રિએન્ટ મળવા મુશ્કેલ છે. આ કારણથી જ ડાયેટમાં અલગ અલગ ર

સફેદ રંગની શાકભાજી

સફેદ રંગની શાકભાજીમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ રહેલા હોય છે. જે શરીરમાં સોજા ઓછા કરે છે. આ કારણથી ડાયેટમાં મૂળા, પનીર, લસણ, મશરૂમ અને સફેદ ડુંગળી ખાવી જોઇએ.

લીલાં શાકભાજી

હેલ્ધી રહેવા માટે લીલાં શાકભાજી ખાવાનું તો તમે સાંભળ્યું જ હશે. આ શાકભાજીમાં આયર્નની માત્રા રહેલી હોય છે. ડાયેટમાં પાલક, બ્રોકોલી, લીલાં વટાણા ખાવા જોઇએ.

ભૂરા રંગની શાકભાજી

ભૂરા રંગની શાકભાજીમાં શક્કરિયા અને બટાકાને સામેલ કરો. બટાકાને શાકભાજીનો રાજા ગણવામાં આવે છે, એવી જ રીતે શક્કરિયા પણ ઘણાં પોષકતત્ત્વોથી ભરપૂર હોય છે. આ કારણથી જ ડાયેમાં આ શાકભાજીને સામેલ કરો.

લાલ અને ઓરેન્જ કલરની શાકભાજી

લાલ અને ઓરેન્જ કલરની શાકભાજીમાં વિટામિન સી, વિટામિન એ અને બીટા-કેરોટીન હોય છે. આ કારણથી જ ડાયેટમાં કેપ્સીકમ, કોળુ અને ટામેટા સામેલ કરવા.

ત્રણ રંગોની એક શાકભાજી

કેપ્સીકમ એવી શાકભાજી છે જે ત્રણ રંગોમાં મળે છે. આ શાકભાજીમાં વિટામિન એ, વિટામિન સી અને બીજા ઘણાં વિટામિનના પોષકતત્ત્વ રહેલા હોય છે. કેપ્સીકમ લાલ અને પીળા રંગના પણ હોય છે.

સવારે ઉઠતાની સાથે જ જોવા મળે આ 5 સંકેત, હોઇ શકે છે ડાયાબિટીસના લક્ષણો