જો તમને સવારે ઉઠતાની સાથે જ થાક અનુભવાય છે તો આ ડાયાબિટીસનું એક લક્ષણ છે. આ સમસ્યામાં ઉઠ્યા પછી લાંબા સમય સુધી શરીરમાં થાક રહે છે.
બ્લડ શુગર લેવલ સતત વધેલું રહેવાથી આંખો પર અસર પડે છે. આવી સ્થિતિમાં આંખોમાં ઝાંખપ આવી શકે છે, જોવામાં ઘણી મુશ્કેલી અનુભવાય છે.
સવારે ઉઠ્યા પછી શરીરના કેટલાક ભાગ જેવા કે જાંઘ, ચહેરો અને હાથ પર ખંજવાળ આવે છે તો આ પણ ડાયાબિટીસના સામાન્ય લક્ષણો છે.
સવારે ઉઠતાં જ હાથ, પગ અથવા તો શરીરના કોઇ અન્ય ભાગમાં ઝણઝણાટી થાય છે તો આ પણ ડાયાબિટીસના સંકેત છે. આ સ્થિતિમાં ઘણી વાર ગંભીર સમસ્યાના સંકેતો પણ હોઇ શકે છે. આવું થવા પર ડોક્ટરની સલાહ જરૂર લેવી.
મોં સૂકાવવું એ પણ ડાયાબિટીસનું એક લક્ષણ છે. ડાયાબિટીસ થવા પર સવારે ઉઠ્યાં બાદ મોં અને ગળું સૂકાવવા લાગે છે અને તરસ પણ લાગે છે.
ઘણી વખત ડાયાબિટીસામાં ઉલ્ટી થવી અથવા તો બેચેની જેવી સમસ્યા પણ થઇ શકે છે. આવું થવા પર જરા પણ મોડું કર્યાં વગર ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.