નવીનતમ હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ અનુસાર સિંગાપોરએ વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટ ધરાવનાર જાપાનું સ્થાન લીધું છે, જેને 192 વૈશ્વિક સ્થલોએ વિઝા-મુક્ત પ્રવેશની મંજુરી આપી છે.
જર્મની,ઇટાલી અને સ્પેન બીજા ક્રમે છે અને તેના રહેવાસીઓને 190 દેશોમાં વિઝા ફ્રી એક્સેસ છે.
ઓસ્ટ્રિયા,ફિનલેન્ડ,ફ્રાન્સ,જાપાન,લકઝમબર્ગ,દક્ષિણ કોરિયા અને સ્વીડન ત્રીજા સ્થાને છે અને તેના નાગરિકો 189 દેશોમાં વિઝા વગર મુસાફરી કરી શકે છે.
યુકે,આયર્લેન્ડ,ડેન્માર્ક અને નેધરલેન્ડ આ યાદીમાં આગળ છે અને તેના નાગરીકો 188 દેશોમાં મુસાફરી કરી શકે છે.
નોર્વે,બેલ્જિયમ,ચેક રિપબ્લિક,માલ્ટા,ન્યુઝીલેન્ડ,પોર્ટુગલ,સ્વિટ્ઝર્લેન્ડ 5માં નંબરે છે અને તેના નાગરિકોને 187 દેશોમાં વિઝા ફ્રી એક્સેસ છે.
186દેશોમાં વિઝા મુક્ત પ્રવેશ સાથે ઓસ્ટ્રેલિયા, હંગેરી અને પોલેન્ડ છઠ્ઠા સ્થાને છે.
કેનેડા અને ગ્રીક પણ 185 દેશોની સાથે ટોપ 10માં છે.
યુએસ અને લિથુઆનિયાના પાસપોર્ટ ધારકો માન્ય વિઝા વિના 184 દેશોમાં મુસાફરી કરી શકે છે.
લાતવિયા,સ્લોવાકિયા,સ્લોવેનિયા આ યાદીમાં નવમા ક્રમે છે.
એસ્ટોનિયા અને આઇસલેન્ડ પાસપોર્ટ ધારકોને 182 દેશોમાં વિધા મુક્ત પ્રવેશ કરી શકે છે.