ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ મેચ સિવાય અમદાવાદમાં ફરવા જેવુ ઘણું બધુ છે


By Jivan Kapuriya06, Aug 2023 01:30 PMgujaratijagran.com

એક ચર્ચાનો વિષય

ICCએ ભારત-પાકિસ્તાન વચ્ચેની ઐતિહાસિક ક્રિકેટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે તેવી જાહેરાત કર્યા પછી અમદાવાદ શહેર રસપ્રદ બની ગયું છે.

હોટેલ,ફ્લાઇટના ભાવમાં વધારો

આ કારણે અમદાવાદ શહેરમાં ફ્લાઇટ અને હોટેલના ભાવ પહેલા કરતા ડબલથી પણ વધારે વધી ગયા છે અને મેચ દરમિયાન ફુલટુફુલ હોવાની ધારણા છે.

અમદાવાદમાં ક્યાં જવું?

અમદાવાદમાં તમારે ક્યાં સ્થળોની મુલાકાત લેવી જોઈએ તે અહીં જણાવીએ છીએ. ભલે પછી તમે ભારત-પાકિસ્તાનની મેચ જોવા જાવ.

ગાંધી આશ્રમ

આ અમદાવદમાં ફરવા માટેનું સૌથી લોકપ્રિય સ્થળ છે. તમે ઈતિહાસ ભણતી વખતે સાંભળ્યું હશે કે મહાત્મા ગાંધી ક્યાં અને કેવી રીતે જીવ્યા હતા તે યાદ કરો અને જુઓ.

સાબરમતી રિવરફ્રન્ટ

જ્યારે તમને સમય મળે ત્યારે આ રમણીય સાબારમતી રિવરફ્રન્ટની મુલાકાત લો અને આધુનિક આર્કિટેકચર સાથે કુદરતી આનંદ માણો.

અડાલજની વાવ

આ પ્રાચીન વાવ આર્કિટેકચરનો એક અદ્ભુત નમૂનો છે જે તમને પથ્થરની કોતરણીથી આશ્ચર્યચકિત કરી દેશે.

કાંકરિયા તળાવ

શહેરનું સૌથી મોટું તળાવ છે, જે દરેક લોકોનું ફેવરિટ સ્થળ છે. તમે અહીં સાંજે હાથમાં આઈસ્ક્રીમ ખાતા ખાતા ઠંડા પવનની લહેરનો આનંદ માણી શકો છો.

ઝુલતા મિનારા

આ અમદાવાદમાં ફરવા માટેની ટોચની જગ્યાઓ પૈકીમાંથી એક હોવી જોઈએ. આ સુંદર મસ્જિદ અજોડ છે કારણ કે જ્યારે તમે મિનારાને હલાવશો ત્યારે બીજો મિનારો અપમેળે વાઇબ્રેટ થવા લાગે છે.

સ્વાતંત્ર્ય પર્વ પર એકલા મહિલા પ્રવાસીઓ માટે આ સલામત સ્થળોની મુલાકાત લઈ શકો છો