દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે તે 27 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહ્યો છે. બપ્પાની પ્રિય મીઠાઈ મોદક છે, જે સ્વાદની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે.
મોદક સ્વાદમાં ખૂબ જ સારું હોય છે. તેમાં રહેલો ગોળ અને નારિયેળ શરીરને તરત ઊર્જા આપે છે.
જે લોકોને પાચન સંબંધિત સમસ્યા હોય તેમણે મોદક ચોક્કસ ખાવું જોઈએ. તેમાં રહેલો ગોળ પાચનતંત્રને સુધારે છે અને કબજિયાતથી રાહત આપે છે.
મોદકમાં રહેલા કુદરતી ઘટકો શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તેથી બપ્પાની સાથે તમે પણ તેનું સેવન અવશ્ય કરો.* મોદક સ્વાસ્થ્યની સાથે-સાથે ત્વચા માટે પણ ફાયદાકારક છે. તેમાં રહેલો ગોળ અને
નારિયેળ લોહીને શુદ્ધ કરીને ત્વચા પર કુદરતી ચમક લાવે છે.
મીઠું ખાવાથી મગજમાં હેપ્પી હોર્મોન્સ રિલીઝ થાય છે, જેનાથી મૂડ તાજો થઈ જાય છે.