દરેકની ઈચ્છા હોય છે કે તેના વાળ સુંદર, લાંબા અને ઘટ્ટ હોય, પરંતુ વાળ ખરવાની સમસ્યા વધતી જઈ રહી છે. જો વાળને જાડા અને સુંદર બનાવવા માંગો છો, તો આ સરળ ટિપ્સની મદદથી વાળ ખરવાની મુશ્કેલી પણ દૂર થશે.
અઠવાડિયામાં 2-3 વાર નારિયેળ, આમળા કે ડુંગળીનું તેલ લગાવવાથી વાળના મૂળને પોષણ મળે છે અને વાળ મજબૂત થાય છે.
પ્રોટીન, આયર્ન અને વિટામિન-Eથી ભરપૂર આહાર જેવા કે ઇંડા, પાલક, બદામ અને દાળો વાળના વિકાસને વેગ આપે છે.
મેથી દાણા, એલોવેરા જેલ અને દહીંનો હેર માસ્ક લગાવવાથી વાળ ઘટ્ટ અને ચમકદાર બને છે.
વારંવાર સ્ટ્રેટનર કે હેર ડ્રાયરનો ઉપયોગ કરવાથી વાળ નબળા પડે છે. વાળને કુદરતી રીતે સુકવવા વધુ સારું છે.
તણાવ અને ઊંઘની ઉણપ પણ વાળ ખરવાનું મોટું કારણ છે. રિલેક્સ રહેવું અને 7-8 કલાક ઊંઘ લેવી જરૂરી છે.