બાફેલા સોયાબીનથી સ્વાસ્થ્યને ઘણાં ફાયદા થાય છે. આ વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે, જે શરીરને ફીટ રાખવામાં મદદ કરે છે. આવો જાણીએ ડાયેટમાં બાફેલા સોયાબીન સામલે કરવાના ફાયદા વિશે.
સોયાબીનમાં પ્રોટીન અને એમીનો ભરપૂર માત્રામાં હોય છે, જે સ્નાયુઓના નિર્માણ કરવામાં મદદ કરે છે. રોજ બાફેલા સોયાબીનનું સેવન કરવાથી મસલ્સ મજબૂત અને વિકસિત રહે છે.
સોયાબીનમાં વિટામિન ડી સારી માત્રામાં હોય છે, જે હાડકાને કમજરો થવાથી બચાવવામાં મદદ કરે છે. હાડકાને મજબૂત બનાવવા માટે તમે નિયમિત બાફેલા સોયાબીનનું સેવન કરી શકો છો.
સોયાબીનને મેમેરી માટે સારી ગણવામાં આવે છે. આમાં કોલાઇન રહેલું હોય છે, જેનાથી મેમરી સાર્પ થાય છે મગજ એક્ટિવ રહે છે.
આંખોને સ્વસ્થ રાખવા માટે બાફેલા સોયાબીન ફાયદાકારક છે. આમાં રહેલું એન્ટિઓક્સિડેન્ટ રેટિનાને સ્વાસ્થ રાખવામાં મદદ કરે છે.
સોયાબીનાં ફાયબર, નિયાસિન અને વિટામિન બી3 હોય છે, જે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે સોયાબીનને ઘી-તેલની જગ્યાએ પાણીમાં બાફીને ખાવા ફાયદાકારક છે.
બાફેલા સોયાબીનમાં વિટામિન બી કોમ્પ્લેક્સ, વિટામિન એ અને પ્રોટીનની સારી માત્રા હોય છે. આનું નિયમિત સેવન કરવાથી શરીરમાં એનર્જી બનેલી રહે છે.