લીમડાનું તેલ પ્રાકૃતિક ઔષધી છે, જે એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટિ ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટીજથી ભરપૂર હોય છે. નાભીમાં લીમડાનું તેલ લગાવવાથી શરીરને ઘણાં ફાયદા મળે છે.
લીમડાનું તેલ ત્વચા માટે બેક્ટેરિયલ અને ફંગલ સંક્રમણ ઘટાડે છે. આ માટે સૂતા પહેલાં નાભીમાં લીમડાનું તેલ લગાવવાથી ડાઘા-ધબ્બા અને ખીલની સમસ્યા દૂર થાય છે.
લીમડના તેલમાં રહેલા એન્ટિઇન્ફ્લેમેટરી ગુણના કારણે શરીરના સોજા ઘટી શકે છે. આ માટે નાભીમાં લીમડાનું તેલ લગાવવાથી સોજાની સમસ્યામાં રાહત મળે છે.
નાભીમાં લીમડાનું તેલ લગવવું વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટિ ફંગલ ગુણોથી ભરપૂર લીમડાનું તેલ લગાવવાથી ડેન્ડ્રફની સમસ્યા ઘટે છે.
લીમડાના તેલનો ઉપયોગ પેટને લગતી સમસ્યામાં પણ કરવામાં આવે છે. આને નાભીમાં લગવવાથી પેટમાં બ્લોટિંગ, એસિડિટી અને કબજિયાત જેવી તકલીફોમાં રાહત મળે છે.
લીમડાના તેલમાં ઘણાં ગુણો રહેલો હોય છે, જે શરીર માટે હેલ્ધી છે. આ માટે લીમડાનું તેલ નાભીમાં લગાવવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન ઝડપી બની શકે છે.
નાભીમાં લીમડાનું તેલ લગાવવાથી શરીરને શાંતિ અને આરામ મળે છે. આ તેલ નસોને શાંત અને તણાવને ઘટાડવામાં મદદ કરે છે. નાભીમાં તેલ લગાવવાથી ઊંઘ ન આવવાની સમસ્યા દૂર થાય છે.
- એન્ટિ ફંગલ - એન્ટિ સેપ્ટિક - એન્ટિ ઇન્ફ્લેમેટરી - એન્ટિ બેક્ટેરિયલ - એન્ટિ ઓક્સિડેન્ટ