ડિપ્રેશનના શિકાર શખ્સમાં જોવા મળે છે આ લક્ષણો, જેને ક્યારેય નજરઅંદાજ ના કરશો


By Sanket M Parekh07, Jun 2023 04:16 PMgujaratijagran.com

એક્સપર્ટનો મત

ડાયેટીશિયન નેહા મહાજને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મહિલાઓમાં ડિપ્રેશનના લક્ષણો વિશે વિગતવાર જણાવવામાં આવ્યું છે. જાણો એક્સપર્ટનો મત

ઈન્ટરેસ્ટ ના આવવો

આ સ્થિતિમાં તમને એવી બાબતમાં પણ રસ નથી પડતો, જે તમને ખૂબ પસંદ પડતી હોય. એવામાં તમને તમારા મનપસંદ ખોરાક અને મૂવીમાંથી પણ ઈન્ટરસ્ટ ઓછો થવા લાગશે.

ઊંઘના આવવી

ડિપ્રેશનની સ્થિતિમાં વ્યક્તિની ઊંઘ પર પણ અસર થાય છે. એવામાં ઊંઘ નથી આવતી અને કંટાળાનો અહેસાસ થાય છે.

કંટાળો આવવો

ડિપ્રેશનના કારણે મોટાભાગે મહિલાઓ કંટાળો અનુભવે છે. અનેક વખત એન્જાઈટી એટલી વધી જાય છે કે, તેને કંટ્રોલ કરવી મુશ્કેલ થઈ જાય છે.

ઉદાસી

આ સ્થિતિમાં વ્યક્તિ મોટા ભાગે ઉદાસ રહેવા લાગે છે. ડિપ્રેશનનો સામનો કરી રહેલા લોકોને ઉદાસીમાંથી ઉગારવા અઘરું થઈ પડે છે.

સ્વભાવ ચિડિયો થઈ જવો

સતત ચિડિયો સ્વભાવ પણ ડિપ્રેશનનું એક લક્ષણ છે. એવામાં તમને નાની-નાની વાતોમાં ગુસ્સો આવવા લાગે છે.

ભૂખ ના લાગવી

ડિપ્રેશનની સ્થિતિમાં કેટલાક લોકોના વજનમાં વધ-ઘટ જોવા મળી શકે છે. એવામાં કેટલાક લોકોની ભૂખ એકદમ વધી જાય છે, તો કોઈની ભૂખ અચાનક ઘટી જાય છે.

જાણો શું છે ડાયાબિટીસ 1.5? કોને કહે છે આનું જોખમ