જાણો શું છે ડાયાબિટીસ 1.5? કોને કહે છે આનું જોખમ


By Hariom Sharma07, Jun 2023 04:10 PMgujaratijagran.com

ડાયાબિટીસના ટાઇપ 1 અને 2 વિશે તો સૌ જાણે છે. પરંતુ શું તમે ક્યારે ડાયાબિટીસ 1.5 વિશ સાંભળ્યું છે? આ વિશે વધુ માહિતી માટે વાંચો આ સ્ટોરી.

શું છે ડાયાબિટીસ 1.5?

આને લેટેન્ટ ઓટોઇમ્યૂન ડાયાબિટીસ ઓફ એડલ્ટહુડ (LADA) કહેવાય છે. આમાં શરીરને પર્યાપ્ત ઇન્સુલિ મળતું નથી. આ ટાઇપ 1નો જ એક ભાગ છે, જે યુવાઓમાં જોવા મળે છે. આનું કારણ જેનેટિક ફેક્ટર હોય છે.

કોને હોય છે વધુ જોખમ?

ડાયાબિટીસ 1.5 યુવાનોને થાય છે. ડાયાબિટીસના 100 ટકા દર્દીઓમાંથી માત્ર 10 ટકા લોકો LADAનો શિકાર બને છે. આમાં શરીરના બીટા સેલ્સ સારી રીતે કામ નથી કરતાં. LADA એક ઓટો ઇમ્યૂન ડિસીઝ છે.

ડાયાબિટીસ 1.5નું કારણ

જેનેટિક ફેક્ટર સિવાય ખરાબ લાઇફ સ્ટાઇલ, ખરાબ ખાનપાન, વધુ વજન, વાયરલ ઇન્ફેક્શન અને સ્ટ્રેસને કારણે ડાયાબિટીસ 1.5 થવાનું જોખમ રહે છે.

ટાઇપ 1.5 ડાયાબિટીસના લક્ષણો

વારંવાર પેશાબ આવવો, વધુ તરસ લાગવી, થાક, કમજોરી, ચિડિયાપણું, વેટ લોસ, આંખોની રોશની ઘટવી વગેરે લક્ષણો જોવા મળે છે.

ડાયેટ સુધારો

વિટામિન સી અને આયર્નથી ભરપૂર વસ્તુઓ ડાયેટમાં સામેલ કરો. પાલક, બીટ, ટામેટા, કાળા ચણા, લીંબુ, નારંગી, કીવી, સ્ટ્રોબેરી વગેરે સેવન કરો. ફાયબર ફૂડ્સ લો.

કસરત કરો

રનિંગ, વોકિંગ, લિફટિંગ, ડાન્સિંગ, સીડી ચઢવી વગેરે. રોજ અડધો કલાક કસરત જરૂર કરો. આનાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને ટોક્સિન્સ નીકળે છે. ટાઇપ 1.5 ડાયાબિટીસમાં રાહત મળશે.

સ્ટ્રેસ ન લો

વધુ તણાવ લેવો તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. આનાથી ડાાબિટીસ સિવાયા અન્ય બીમારીઓનું પણ જોખમ વધે છે. સ્ટ્રેસ લેવાથી બચો અને પર્યાપ્ત ઊંઘ લો.

HEARTને હેલ્ધી રાખે છે આ જડીબુટ્ટી