HEARTને હેલ્ધી રાખે છે આ જડીબુટ્ટી


By Hariom Sharma07, Jun 2023 10:30 AMgujaratijagran.com

અત્યારની લાઇફ્સ્ટાઇલમાં લોકો પોતાના ખાનપાનમાં ખાસ ધ્યાન નથી રાખી શકતા. આવામાં તેમને ઘણાં ગંભીર રોગોનો સામનો કરવો પડે છે. તો આવો જાણીએ હૃદયને સ્વસ્થ રાખતી જડીબુટ્ટીઓ વિશે.

ગીલોય

ગીલોયનું સેવન કરવાથી કાર્ડિયોવૈસ્કુલર ડિસીઝનું જોખમ ઘટે છે. આ સિવાય હાર્ટ અટેક અને સ્ટ્રોકથી પણ બચાવે છે.

કોથમીર

હૃદય સાથે જોડાયેલા રોગોથી બચાવ માટે તમારે તમારા ડાયેટમાં કોથમીરને સામેલ કરવી જોઇએ. આમાં આયર્ન, વિટામિન સી અને પોટેશિયમ જેવા ગુણ હોય છે.

મીઠો લીમડો

આનું સેવન કરવાથી હૃદયને સ્વાસ્થ રાખવામાં મદદ મળે છે. આનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. આ ઓક્સિડેટિવ સ્ટ્રેસનો ઘટાડો કરે છે અને હાર્ટની બીમારીઓથી બચાવે છે.

અળસી બીજ

અળસીના બીજમાં અલ્ફા લિનોલિક એસિડ અને ઓમેગા 3 ફેટી એસિડ હોય છે, જે હાર્ટને હેલ્ધી રાખે છે. આને તમારા ડાયેટમાં ચોક્કસ એડ કરો.

આદુ

આદુ ખાવાથી હાર્ટ અટેકથી બચી શકાય છે. આ આર્ટરીજમાં ફેટ એકઠું થતાં રોકે છે, જેનાથી હાર્ટ સ્ટ્રોક અથવા અટેકનું જોખમ ઘટાડે છે.

સરગવો

આમાં એન્ટિઓક્સિડેન્ટ ગુણ હોય છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. તમે તેના પત્તા,સિંગો અને ફૂલોનું સેવન કરી શકો છો.

વધુ વિટામિન એ લેવાથી શરીરને થઇ શકે છે આ 5 નુકસાન