વધુ વિટામિન એ લેવાથી શરીરને થઇ શકે છે આ 5 નુકસાન


By Hariom Sharma07, Jun 2023 10:00 AMgujaratijagran.com

વિટામિન એ સ્વાસ્થ્ય માટે ગુણકારી હોય છે, પરંતુ તેનું વધુ માત્રામાં લેવાથી શરીરને નુકસાન પણ થઇ શકે છે. આનાથી માથાનો દુખાવો અથવા ડ્રાય આઇ જેવી સમસ્યા થઇ શકે છે. આવો જાણીએ વધુ વિટામિન એ લેવાથી થતાં નુકસ

માથામાં દુખાવો

વિટામિન એનું વધુ સેવન કરવાથી માથામાં દુખાવો પણ થઇ શકે છે. જો તમે પહેલાથી માથાનો દુખાવો અથવા માઇગ્રેન છે તો આ સમસ્યામાં ડોક્ટરની સલાહ બાદ જ વિટામિન એનું સેવન કરવું.

ઉલ્ટી અને ઉબકા

જરૂરરથી વધારે વિટામિન એ લેવાથી શરીરમાં ઉલ્ટી અને ઉબકાની જેવી સમસ્યા પેદા થઇ શકે છે. શરીરમાં આની વધુ માત્રા હોવાથી ઉલ્ટીની સમસ્યા થઇ શકે છે.

ત્વચાની સમસ્યા

વિટામિન એ વધુ માત્રામાં લેવાથી ત્વચાને લગતી સમસ્યા જેવી કે ડ્રાય સ્કિન, ડ્રાય લિપ્સ અને ત્વચામાં ખંજવાળની સમસ્યા થઇ શકે છે. જો તમને પહેલેથી જ ત્વચાને લગતી સમસ્યા છે તો આનું સેવન ના કરવું.

બોન ડેન્સિટી પર અસર

વધુ માત્રામાં વિટામિન એ લેવાથી બોન ડેન્સિટી એટલે હાડકાની ઘનત્વ પર અસર થઇ શકે છે, જેનાથી હાડકા કમજરો થઇ શકે છે. જો તમારી બોન ડેન્સિટી પહેલાથી ઓછી છે તો આના સેવનથી બચવું જોઇએ.

પેટની સમસ્યા

ઘણી વાર વધુ માત્રામાં વિટામિન એ લેવાથી પેટને લગતી સમસ્યા થઇ શકે છે. આનાથી તમારા પેટમાં દુખાવો અથવા ઝાડા જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે.

વધારે પડતા બટાકા ખાવાથી સ્વાસ્થ્યને થઈ શકે છે આ નુક્સાન, જાણો તેની સાઈડ ઈફેક્ટ્સ