બ્રેસ્ટ કેન્સર મહિલાઓમાં થતો સૌથી કોમન કેન્સર છે. બ્રેસ્ટ કેન્સરમાં સ્તનમાં રહેલી કોશિકાઓ અનિયંત્રિત રીતે વિકસિત થવા લાગે છે.
જો તમારા બ્રેસ્ટના આકારમાં કોઈ જ પ્રકારનો ફેરફાર થઈ રહ્યો છે તો આ બ્રેસ્ટ કેન્સરના લક્ષણ હોઈ શકે છે
આકારમાં પરિવર્તન ઉપરાંત સ્તનના કોઈ પણ ભાગમાં દુઃખાવો થતો હોય તો પણ બ્રેસ્ટ કેન્સરનું કારણ હોઈ શકે છે.
જો તમારા નિપ્પલમાંથી દૂધ ઉપરાંત લિક્વિડ ડિસ્ચાર્જ થાય છે તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે
બ્રેસ્ટ અથવા અંડરઆર્મમાં ગાંઠ હોવી અથવા લમ્પ બનવા પણ બ્રેસ્ટ કેન્સરના લક્ષણમાં સમાવેશ થાય છે.
આ લક્ષણ ઉપરાંત બ્રેસ્ટ લાલ થાય, બ્રેસ્ટમાં દુઃખાવો થાય, સોજો આવે, ટાઈટનેસ અહેસાસ થાય આ તમામ બ્રેસ્ટ કેન્સરના લક્ષણ છે.
કેન્સર એક જીવલેણ બીમારી છે. જો તેનો ઈલાજ સમયસર ન કરાવવામાં આવે તો મૃત્યુ થઈ શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર મહિનાને 'બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ' તરીકે ઉજવવામાં આવે છે. આ મહિનાને પિંક ઓક્ટોબર પણ કહેવામાં આવે છે.
જો તમને આ પૈકી કોઈ પણ લક્ષણ જણાય તો ડોક્ટર સાથે વાત કરો.