આ છે ભારતના 10 બેસ્ટ શહેરો, જાણો શું છે તેમની ખાસિયત


By Smith Taral29, Aug 2024 02:55 PMgujaratijagran.com

જયપુર

પિંક સિટી તરીકે જાણીતું, જયપુર તેની શાહી રાજપૂતી ધરોહર, ભવ્ય મહેલો અને કિલ્લાઓ માટે પ્રસિદ્ધ છે.

ઉદેપુર

લેક સિટી, ઉદયપુર તેના સુંદર તળાવો, મહેલો અને રોમાંચક હિલ્સ માટે જાણીતું છે, જ્યાં શાંતિ અને ખુશનુમાં વાતાવરણનો અનુભવ થશે

આગ્રા

દુનિયાની સાત અજાયબીઓમાંથી એક વિશ્વવિખ્યાત તાજમહેલ ઉત્ત્તરપ્રદેશના આગ્રામાં આવેલો છે. આ ભારતીય ઐતિહાસિક કળાનો વારસો આપે છે.

વારાણસી

ભારતની આધ્યાત્મિક રાજધાની ગણાતું, વારાણસી શહેર ગંગા તટે ઘાટો અને મંદિરો સાથે આધ્યાત્મિક અને શાંતિપ્રદ અનુભવ આપે છે.

દિલ્હી

ભારતની રાજધાની દિલ્હી ભારતના ઐતિહાસિક સ્મારકો, વિવિધ સંસ્કૃતિઓ અને ઐતિહાસિક સ્થળોનું ઘર છે. આ ભારતની ધનવાન શહેરમાંથી પણ એક છે

મુંબઈ

ભારતમાં સ્વપ્નનગરી તરીકે ઓળખાતું મુંબઈ તેના વાઈબ્રન્ટ લાઈફસ્ટાઈલ, શેર બજાર, અને જાણીતા બોલીવુડ માટે જાણીતું છે.

કોલકાતા

કલાત્મક અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતું કોલકાતા તેની શાયરી, લેખન અને શૈક્ષણિક સ્થાપનાઓ માટે પ્રખ્યાત છે.

હૈદરાબાદ

પેઢીઓ જૂના ચારમિનાર અને ટેલિવુડ માટે જાણીતા હૈદરાબાદમાં આકર્ષક ઐતિહાસિક અને આધુનિક સંસ્કૃતિઓનું મિશ્રણ છે

ચેન્નઈ

દક્ષિણ ભારતની સાંસ્કૃતિક રાજધાની, ચેન્નઈ તેના મ્યુઝિક, નૃત્ય, અને બ્રીઝી બીચ માટે ઓળખાય છે.

બેંગલુરુ

ભારતનું સિલિકોન વેલી, બેંગલુરુ નવી ટેક્નોલોજી અને હર્યાભર્યા હવામાન માટે લોકપ્રિય છે.

ભારતમા આવેલા આ અદૂભૂત હેરિટેજ સાઇટ્સની અવશ્ય મુલાકાત લો