By Rakesh Shukla26, Dec 2022 10:00 AMgujaratijagran.com
દરેક વ્યક્તિ ઇચ્છે છેકે તેના ઘરમાં ખુશીનો માહોલ જળવાઈ રહે. આ માટે ચાલો જાણીએ એવી કેટલીક વસ્તુઓ અંગે જેને ઘરમાં રાખવાથી ઘરનું વાતાવરણ સકારાત્મક બની રહેશે.
ઘર એવું હોવું જોઇએ, જ્યાં પ્રાકૃતિક તડકો, હવા અને રોશની સારી રીતે આવતી હોય. આવું ઘર સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. સ્વસ્થ મન અને તન માટે આ ઘણુંજ જરૂરી તત્વ માનવામાં આવે છે.રોશની છે જરૂરી
ઘરમાં બધુજ મંગલકારી રહે એ માટે પ્રવેશ દ્વારની જમણી બાજુ અથવા ઉપરની તરફ ગણેશની મૂર્તિ અથવા તેનું સ્ટીકર ચોંટાડી દો. બન્ને બાજુ સ્વસ્તિકનું ચિન્હ પણ બનાવો.ગણેશની મૂર્તિ
તુલસીનો છોડ ઘરમાં લગાવવાથી પોઝિટિવિટીનો સંચાર થાય છે. સાથેજ આ છોડ ઓક્સિજનનો શ્રેષ્ઠ સોર્સ માનવામાં આવે છે. ઘરમાં હવા શુદ્ધ બનાવવા માટે તુલસી અત્યંત જરૂરી છે.&તુલસીનો છોડ
ઘરમાં ઉત્તર-પૂર્વ ભાગમાં એક્વેરિયમ અથવા નાનું અમથુ પાણી વહેતું હોય તેવું ઝરણું બનાવી શકો છો. તેનાથી સકારાત્મક ઉર્જા વધે છે.&પંખા નીચે કપડાં સૂકવો
જરૂર ન હોય તો બાથરૂમનો દરવાજો બંધ રાખો. સાથેજ એ પણ ધ્યાન રાખો કે ક્યાંય કોઇ નળમાંથી પાણી ટપકતું ન હોય. જો ટેપ ખરાબ હોય તો તેને ઝડપથી ઠીક કરાવી દો.&બાથરૂમ બંધ રાખો
ઘરની અંદર સવારે અને સાંજે ઘીનો દીવો જરૂરથી પ્રગ્ટાવો. તેનાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થશે અને માહોલ ખુશી ભર્યો રહેશે.&દીવો પ્રગ્ટાવો
ઘરમાં તસવીરો લગાવવાનો શોખ છે તો ભગવાન બુદ્ધની તસવીર અને મૂર્તિ જરૂર રાખો. તેનાથી ઘરમાં શાંતિ આવે છે અને સમૃદ્ધિ વધે છે&બુદ્ધ