આલ્કોહોલનું સેવન આપણી કિડનીને નુકસાન પહોંચાડે છે, પરંતુ ખાવાની ઘણી એવી વસ્તુઓ છે જે કિડનીને ખરાબ કરવા માટે જવાબદાર છે. આવો જાણીએ ખાવાની કઇ વસ્તુઓથી દૂર રહેવું જોઇએ.
પ્રોસેસ્ડ ફૂડમાં સોડિયમ અને ફોસ્ફોરસ વધુ માત્રામાં હોય છે. કિડનીની સમસ્યાથી પીડાતા લોકોએ ફોસ્ફોરસનું સેવન ઓછું કરવું જોઇએ.
એનિમલ પ્રોટીનના સેવનથી શરીરમાં વધુ એસિડ બનાવા લાગે છે અને કિડની આ એસિડને ઝડપથી ખતમ નથી કરી શકતી. વધુ દબાણના કારણે કિડની ફેલ પણ થઇ શકે છે.
વધુ મીઠાના સેવનથી શરરમાં સોડિયમની માત્રા વધવા લાગે છે. આ કારણે બ્લડ પ્રેશર વધવા લાગે છે અને કિડની ખરાબ થવાનું જોખમ વધુ રહે છે.
ખાંડનું વધુ સેવન કરવાથી સ્થૂળતા વધવા લાગે છે, આનાથી હાઇ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી ગંભીર મુશ્કેલી વધવા લાગે છે. ખાંડ ખાવાની ખરાબ અસર કિડની પર જોવા મળે છે.
પેનકિલર દવા શરીરમાં થતાં દુખાવાને ઘટાડી શકે છે, પરંતુ આ કિડનીને ખૂબ જ નુકાસન પહોંચાડી છે. કિડનીની સમસ્યાથી પીડાતા લોકોને પેનકિલન ના લેવી જોઇએ.
વધુ માત્રામાં પાણી પીવું ખૂબ જ જરૂરી હોય છે. આ શરીરમાં સોડિયમ અને ઝેરી પદાર્થોને સાફ કરવામાં કિડનની મદદ કરે છે. પથરીથી બચવા માટે પણ પાણી પીવું જોઇએ.
સ્મોકિંગ અને ડ્રિન્કિંગ માણસના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક હોય છે. આનાથી હૃદય અને ફેફસાની સાથે કિડની પણ ખરાબ થઇ શકે છે. સ્મોકિંગથી ટોયલેટમાં પ્રોટીનનું લેવલ વધી જાય છે, જે કિડની ખરાબ થવાના સંકત છે.