જો મીઠાઈ ખાવાના શોખીન હોવ, પણ સ્વાસ્થ્ય ખાતર અવગણતા હોવ તો તમે કેટલાક હેલ્ધી લાડુનું સેવન કરી શકો છો. આ લાડુ તમારા શોખને પણ પુરા કરશે અને તમારા સ્વાસ્થ્યને પણ હાનિ નહીં પહોચાડે. ચાલો આજે જાણીએ શિયાળા માટેના આ બેસ્ટ લાડુ.
તલના લાડુ શિયાળામાં ખાવા માટે લાભદાયક છે, તે શરીરને અંદરથી ગરમ અને મજબૂત રાખવામાં મદદ કરે છે. તલના લાડુ ગોળ, તલ, મગફળી અને ડ્રાયફ્રૂટ્સ વગેરેમાંથી બનાવવામાં આવે છે. આ લાડુ ફક્ત સ્વાદિષ્ટ જ નહી પણ ખૂબ જ પૌષ્ટિક હોય છે.
જો તમને પણ શિયાળામાં હાડકા અને મસલ પેઈનની તકલીફ હોય તો ગુંદરના લાડુ ફાયદાકારક રહે છે. ગુંદરના લાડુ પોષક તત્વોથી ભરપુર હોય છે જે શરીરને અંદરથી ગરમ રાખે છે.
પંજીરીના લાડુ શિયાળામાં ખૂબ ખવાય છે, ખરેખરમાં તેમાં રહેલા ગુણ શરીરને ઠંડીથી રાહત આપે છે.
ડ્રાય ફળો જો તમને કોરા ના ભાવતા હોય તો તમે તેના લાડુ બનાવીને ખાઈ શકો છો. ડ્રાયફ્રૂટ્સ, ખજૂર વગેરેમાંથી લાડુ બનાવીને તેનું સેવન કરી શકાય છે. આ લાડુ શરીરને અંદરથી ગરમ અને સ્વસ્થ રાખે છે.
બેસનના લાડુ ખૂબ ફેમસ છે, તે સ્વાદમા પણ ઘણા સારા લાગે છે. ચણાનો લોટ, ઘી, ડ્રાય ફ્રૂટ્સ વગેરે મિક્સ કરીને ચણાના લોટના લાડુ બનાવી શકાય છે.
આ બધા પ્રકારના લાડુ તમે ઘરે બનાવી શકો છો, અને શિયાળામાં ટાઢથી બચી શકો છો. સ્ટોરી સારી લાગી હોય તો લાઈક અને શેર કરજો, અને આવીજ જરૂરી અને મહત્વની જાણકારી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.