થાઇરોઇડમાં ફાયદાકારક છે આ 5 પ્રકારની ચા


By Hariom Sharma09, Jul 2023 08:20 PMgujaratijagran.com

થાઇરોઇડના દર્દીઓમાં ઘણી વાર ચા પીવાને લઇને ઘણી સમસ્યા હોય છે. એવામાં કેટલીક હર્બલ ચા પીને તમે થાઇરોઇડને કંટ્રોલ કરી શકો છો. આવો જાણીએ થાઇરોઇડમાં કંઇ ચા પીવી જોઇએ.

તુલસીની ચા

થાઇરોઇડના દર્દીઓ તુલસીની ચા પી શકે છે. આને પીવાથી થાઇરોઇડના લક્ષણો ઘટી શકે છે. આ પીવાથી વજન ઘટવાની સાથે સાથે કોર્ટિસોલ લેવલ પણ બેલેન્સ રહે છે, જે તમને તણાવથી દૂર રાખે છે.

કેમામાઇલ ટી

કેમામાઇલ ટી પીવાથી થાઇરોઇડના દર્દીઓ માટે ઘણી રીતે ગુણકારી છે. થાઇરોઇડમાં આને પીવાથી પાચનતંત્ર સારું રહે છે, સાથે થાઇરોઇડનું કેન્સરનું જોખમ પણ ઘટાડે છે.

ગ્રીન ટી

ગ્રીન ટી થાઇરોઇડના દર્દીઓ માટે ખૂબ જ ગુણકારી છે. આને પીવાથી બ્લડ પ્રેશર નિયંત્રણ રહેવાની સાથે સાથે સ્થૂળતા પણ ઘટે છે. ચા તમારા મેટાબોલિજમને પણ સુધારે છે.

સેજ ટી

થાઇરોઇડના દર્દીઓ સેજ ટીનું સેવન કરી શકે છે. આને પીવાથી મૂડ અને મેમરી સુધરે છે. આને પીવાથી કેન્સર થવાનું જોખમ પણ ઘણા હદ સુધી ઘટી જાય છે.

હળદરની ચા

થાઇરોઇડના દર્દીઓ હળદરની ચા પી શકે છે. આને પીવાથી વજન ઘટે છે સાથે ઈમ્યૂન સિસ્ટમ પણ હેલ્ધી રહે છે. આ ચાને પીવાથી થાઇરોઇડના લક્ષણોમાં ઘટાડો થાય છે.

તજની ચા

થાઇરોઇડમાં તજની ચા પી શકાય છે. આને પીવાથી વજન તો ઘટે છે, સાથે થાઇરોઇડના લક્ષણો પણ દૂર થાય છે.

જાણો ચા પીવાની સાચી રીત અને સમય