માતા-પિતા અજાણતા જ એવા કામ કરે છે, જે બાળકોને ચિડચિડિયુ બનાવી શકે છે. આવો જાણીએ ભારતીય પેરેન્ટ્સની કેટલીક એવી આદતો જે બાળકોને ચિડચિડિયુ બનાવે છે.
ભારતીય પેરેન્ટ્સ બાળકોને વ્હાલ કરવા માટે તેમના ગાલ ખેંચતા હોય છે, જે બાળકોને ચિડચિડિયુ બનાવી શકે છે. માતા-પિતા માટે આ વ્હાલ હોઇ શકે છે, પરંતુ બાળકો માટે આ સારું નથી.
બાળકોમાં ચિડચિડિયાપણનું એક મુખ્ય કારણ બાળકોની વાત ના સમજવી મુખ્ય કારણ છે. આમા માતા-પિતાએ બાળકોની હરકતોને સમજવાની કોશીશ કરવી જોઇએ. જેનાથી બાળકોની મુશ્કેલી થોડી ઓછી થઇ શકે.
સૂતા સમયે ઘણા લોકોને લાઇટ બંધ કર્યા વગર ઊંઘ આવતી નથી. આમા તમારા બાળકોને અંધારાથી ડર પણ લાગી શકે છે, જે તેમે ચિડચિડિયુ બનાવી શકે છે.
બાળકોના રડવા પર માતા-પિતા તેમને ભૂખ્યું સમજીને ભોજન કરાવવા લાગે છે. આમ કરવાથી તે ચિડચિડિયુ બનવાની સાથે સ્વાસ્થ્યને લગતી સમસ્યાનું કારણ પણ બની શકે છે.
ઘણી વાર માતા-પિતા બાળકોના કારણે પોતાનું કામ કરી શકતા નથી, અને તેઓ બાળકોને જબરજસ્તી સૂવડાવી દે છે. આમ કરવાથી બાળકો ચિડચિડિયુ થવા લાગે છે.