અત્યારે લોકો સૌથી વધારે વેસ્ટર્ન ટોયલેટનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. વેસ્ટર્ન ટોયલેટના ઉપયગથી શરીરને સ્વાસ્થ્ય લગતી સમસ્યાનું જોખમ રહે છે.
વેસ્ટર્ન ટોયલેટના ઉપયોગથી ઘણા લોકોને કબજિયાતની સમસ્યાના સામનો કરવો પડે છે. વેસ્ટર્ન ટોયલેટનો ઉપયોગ કરવાથી મળ ત્યાગના મસલ્સ પર વધારે પ્રેશર ન પડવાના કારણે પેટ સાફ થવામાં સમસ્યા આી શકે છે.
વેસ્ટર્ન ટોયલેટનો ઉપયોગ વધુ કરવાથી તમને યુટીઆઇની સમસ્યા થઇ શકે છે. ટોયલેટ સીટના સીધા સંપર્કમાં આવવાથી ઇન્ફેક્શન થવાની સંભવાના રહે છે.
જો તમે વેસ્ટર્ન ટોયલેટના ઉપયોગ પછી સમસ્યા આવે છે અને પેટ સાફ નથી રહતું તો પાઇલ્સ થવાની સંભાવના વધી જાય છે. પાઇલ્સની બીમારીથી બચવા માટે પેટ સાફ થવું જરૂરી છે.
વેસ્ટર્ન ટોયલેટનો ઉપયોગ બરાબર ન કરવાથી ફિસરની સમસ્યાનો સામનો કરવો પડે છે. મળ ત્યાગમાં સમસ્યા થવા પર ગુદામાં ટિશ્યૂ ફાટવાની અને એનલ ફિશર થવાની સંભાવના રહે છે.
વેસ્ટર્ન ટોયલેટનો ઉપયોગ કરવાથી અને પેટ બરાબર સાફ ન થવા પર એપેન્ડિક્સની સમસ્યા થવાની સંભાવના રહે છે. મળ ત્યાગમાં જોર લગાવવાથી અથવા પેટ પર દબાણ આવવાથી આ સમસ્યા થઇ શકે છે.