ખાવાની આ 5 વસ્તુઓ જેને રોજ ખાવાનું ટાળવું જોઈએ


By Jignesh Trivedi09, Feb 2023 04:17 PMgujaratijagran.com

આયુર્વેદિક ટિપ્સ

એવા અનેક ફુડ્સ છે જેનું સેવન આપણે દરરોજ કરીએ છીએ. જેમકે સલાડ, કેટલાંક શાકભાજી વગેરે. પરંતુ આયુર્વેદનું માનીએ તો તેને રોજ ખાવાનું આરોગ્યને નુકસાન પહોંચાડી શકે છે.

વાલોડ પાપડીનું શાક

આ શાક ઘણું પસંદ પડે છે પરંતુ આ પેટ માટે ઘણું જ ભારે છે. સાથે પિત્ત વધારે છે. આ શાકનું સેવન બ્લીડિંગથી જોડાયેલા વિકાર સમયે યોગ્ય નથી.

લાલ માંસ

બીફ, પોર્ક અને લેમ્બ જેવાં રેડ મીટને પચવામાં સમય લાગે છે, તેથી અનેક વખતે તેનું સેવન કબજિયાતનું કારણ બની શકે છે. જરુરિયાતથી વધારે રેડ મીટનું સેવર આંતરડાના કેન્સરનું કારણ બની શકે છે.

સૂકા શાકભાજી

સૂકા શાકભાજી પેટ પર ભારે પડી શકે છે તેને પચાવવાનું પણ મુશ્કેલ પડી શકે છે. જો તેનું સેવન વધુ કરવામાં આવે તો પેટને લગતા રોગ વધી શકે છે.

કાચા મૂળા

આયુર્વેદ મુજબ મૂળામાં ઔષધીય ગુણ હોય છે, પરંતુ તેની તાસીર ગરમ છે. જો તમે રોજ કાચા મૂળા ખાવ છો તો તેનાથી થાઈરોયડના કામ પર ખરાબ અસર પડી શકે છે.

ફર્મેન્ટડ ફુડ્સ

ખાવાની વસ્તુ જે ફર્મેન્ટડ હોય છે, તે વધુ ગરમી ઉત્પન્ન કરે છે અને પેટમાં જલન ઊભી કરે છે. સાથે જ પિત્ત અને રક્ત વિકાર પેદા કરી શકે છે.

ચા સાથે ના કરો આ 5 વસ્તુનું સેવન, થશે મોટું નુકસાન