ઈંડાનું સેવન છોડવાથી શરીરમાં જોવા મળે છે આ 5 બદલાવ


By Hariom Sharma27, Jul 2023 10:00 AMgujaratijagran.com

ઈંડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, પરંતુ થોડો સમય આનું સેવન ન કરવાથી શરીરમાં મહત્ત્વના બદલાવ આવી શકે છે. આવો જાણીએ ઈંડાનું સેવન છોડવાથી શરીરમાં આવતા બદલાવ વિશે.

સ્થૂળતામાં રાહત

મહિના સુધી ઈંડાનું સેવન ના કરવાથી વધતા વજનને કંટ્રોલમાં લાવી શકાય છે. કારણ કે ઈંડામાં પ્રોટીન અને ફેટની ભરપૂર માત્રા હોય છે, જેના કારણે તેનું સેવન કરવાથી વજન વધારવાની સંભવાના વધુ રહે છે.

પેટ ફૂલવાની સમસ્યા

ઈંડાનું સેવન છોડવાથી પેટ ફૂલવું અને સોજાને લગતી સમસ્યામાં ઘટાડો આવે છે. ઈંડામાં ફાયબર અને પ્રોટીનની માત્રા ખૂબ જ વધુ હોય છે, જેને પચાવવામાં ખૂબ જ સમય લાગે છે અને બ્લોટિંગની સમસ્યા શરૂ થઇ જાય છે.

ખીલથી છુટકારો

ઈંડાનું સેવન કરવાથી તમારી ત્વચા પર પણ તેનો પ્રભાવ જોવા મળી શકે છે. ઈંડામાં અફ્લેટોક્સિન રહેલું હોય છે, જે કિડની અને લિવરમાં સમસ્યયાનું કારણ બની શકે છે, જેનાથી ત્વચા પર ખીલ વગેરે જેવી સમસ્યા થવા લાગે છે.

હૃદય માટે ફાયદાકારક

મહિના સુધી ઈંડા ન ખાવાથી હૃદયને લગતી સમસ્યાઓમાં ઘટાડો આવે છે. કારણ કે ઈંડામાં મોનોસેચ્યુરેટેડ અને પોલીઅનસેચ્યુરેટેડ ફેટ રહેલું હોય છે, જે હાર્ટ બ્લોકેજનુંકારણ બની શકે છે. ઈંડાનું સેવન ના કરવાથી હાર્ટ પમ્પિંગ પણ સારું રહે છે.

અર્થરાઇટિસમાં આરામ

ઈંડાનું સેવન ના કરવાથી સાંધા અને અર્થરાઇટિસ જેવી સમસ્યાઓમાં પણ ઘટાડો આવે છે. ઈંડા શરીરમાં યુરિક એસિડનું સ્તર વધારે છે, જેનાથી સાંધામાં સોજાની સમસ્યા વધે છે અને અર્થરાઇટિસ થાય છે.

સવારે કરો આ 5 કામ, ડાયઝેશન થશે મજબૂત