સવારે કરો આ 5 કામ, ડાયઝેશન થશે મજબૂત


By Hariom Sharma27, Jul 2023 09:00 AMgujaratijagran.com

ઘણી વાર ખોરાક સારી રીતે પચતો નથી તેના કારણે ગેસ અને પેટમાં દુખાવા જેવી સમસ્યા થાય છે. આ માટે તમારા ડાયઝેશનને મજબૂત બનાવવા માટે તમારે રોજ સવારે આ કામ કરવું જોઇએ.

નવશેકુ પાણી

8 કલાકની ઊંઘ પછી બોડી ડિહાઇડ્રેશન થઇ શકે છે. આ માટે સવારે ઉઠ્યા પછી ખાલી પેટ નવશેકુ પાણી પીવાથી પેટ અને ટોક્સિન્સને સાફ કરવામાં મદદ મળે છે.

યોગ

રોજ સવારે માલાસન અને સૂર્ય નમસ્કાર જેવા યોગ કરવાથી મળ ત્યાગમાં સરળતા રહે છે. સવારે ખાલી પેટ કસરત કરવાથી તમે તમારા પેટને તંદુરસ્ત રાખી શકો છો.

નાસ્તો

સ્ટ્રોંગ ડાયઝેશન માટે સવારનો બ્રેકફાસ્ટ હેલ્ધી અને લાઇટ રાખો. નાસ્તમાં ગરમ અને હલકો ખોરાક જેવા કે મગ, પુડલા અથવા દલિયાનું સેવન તમારા પાચન માટે ફાયદાકારક હોય છે.

જીભની સફાઇ

દાંતની સાથે સાથે જીભની પણ સફાઇ કરવી જરૂરી છે. રોજ જીભની સફાઇ કરવાથી તેના બેક્ટેરિયા અને ટોક્સિન્સની સફાઇમાં મદદ મળશે, જે પાચન માટે સારું છે.

પ્રોબાયોટિક્સ

પ્રોબાયોટિક્સ જેમ કે દહીં ગુડ બેક્ટિરિયાથી ભરપૂર હોય છે. સવારે નાસ્તમાં દહીંનું સેવન કરવાથી પાચનને લગતી સમસ્યાથી બચી શકાય છે.

વધુ કોફી પીવાથી બીમાર પડી શકો છો