કેટલાક લોકોને ચા, કોલ્ડ ડ્રિન્ક અથવા કોફીનું સેવન કરવું ખૂબ જ પસંદ હોય છે. કેફીનથી ભરપૂર કોફીનું સેવન જરૂરતથી વધારે કરવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે.
વધુ માત્રામાં અથવા તો સૂતા પહેલા કોફીનું સેવન કરવાથી તમે અનિદ્રાનો શિકાર બની શકો છો. રાત્રે સારી ઊંઘ માટે સૂતા પહેલા કોફી ન પીવો.
જરૂરત કરતાં વધારે ગરમ કોફીનું સેવન કરવાથી સેલ્સ ડેમેજ થવાની સંભવાના રહે છે. વધુ માત્રામાં અને ખૂબ જ ગરમ કોફીનું સેવન કરવાથી અંગોમાં બળથરા અને સોજાની સમસ્યા થઇ શકે છે.
પેટમાં અલ્સરની સમસ્યા થવા પર વધુ માત્રામાં કોફીનું સેવન કરવાથી બચવું જોઇએ. આ સમસ્યામાં કોફીનું વધુ સેવન કરવાથી તમારા પાચન ઉપર પણ તેની અસર થઇ શકે છે.
જરૂરત કરતાં વધુ કોફીના સેવનથી પોષકતત્ત્વોના અવશોષણમાં સમસ્યા આવી શકે છે. પોતાને હેલ્ધી અને ફીટ રાખવા માટે વધુ કોફીનું સેવન ના કરો.
ખૂબ જ ગરમ અને વધુ માત્રામાં કોફીનું સેવન તમારા પેટની લાઇનિંગ પર પણ અસર કરી શકે છે. કોફીનું વધુ સેવન કરવાથી બચવું જઇએ.