Vitamin B12 Juices: વિટામિન B12ની ઉણપ દૂર કરશે આ 3 જ્યુસ


By Sanket M Parekh21, Mar 2025 03:53 PMgujaratijagran.com

સ્વસ્થ રહેવા B12 જરૂરી

વિટામિન B12ની ઉણપથી શરીરમાં થાક, નબળાઈ અને ધ્યાન કેન્દ્રિત કરવામાં સમસ્યા સર્જાઈ શકે છે. આ પોષક તત્વ નર્વસ સિસ્ટમ અને બ્લડ સેલ્સ માટે ખૂબ જ જરૂરી છે.

બીટ અને ગાજરનું જ્યુસ

બીટ અને ગાજરનું જ્યુસ વિટામિન B12ની ઉણપને દૂર કરવામાં મદદરૂપ થાય છે. આ જ્યૂસ શરીરને એનર્જી પુરી પાડવા સાથે સ્કિનને પણ નિખાર આપે છે.

રોગપ્રતિકારક શક્તિ વધે

બીટમાં આયરન અને ફોલેટ હોય છે, જે બ્લડ સેલ્સના નિર્માણમાં મદદ કરે છે. જ્યારે ગાજરમાં રહેલ એન્ટી ઑક્સિડેન્ટ્સ શરીરની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે.

લીલા શાકભાજી અને નારિયેળ પાણીનું જ્યુસ

લીલા શાકભાજી અને નારિયેળ પાણીનું જ્યુસ શરીર માટે સૌથી બેસ્ટ છે. જે પોષક તત્વોથી ભરપુર હોય છે, જે વિટામિન B12ની ઉણપને દૂર કરે છે અને શરીરને હાઈડ્રેટેડ રાખે છે.

વિટામિન B12ની ઉણપ થશે દૂર

લીલા શાકભાજી જેમ કે પાલક વિટામિન B12નો સારો સોર્સ છે. નારિયેળ પાણી શરીરને હાઈડ્રેટ કરે છે અને તેને પૂરી રીતે પોષણ પુરુ પાડે છે.

લીલા સફરજન અને ખીરા કાકડીનું જ્યુસ

લીલા સફરજન અને ખીરા કાકડીનું જ્યુસ પણ વિટામિન B12ની ઉણપ દૂર કરે છે. આ જ્યુસ શરીરને ડિટૉક્સ કરે છે અને પાચન તંત્રને મજબૂત બનાવે છે. આ સાથે જ સ્કિનને પણ નિખારે છે.

પાચન સુધારે

લીલા સફરજન અને ખીરા કાકડીનું જ્યુસ શરીરને તાજગી અને એનર્જી પુરી પાડે છે. આ જ્યુસ પાચન તંત્રને મજબૂત બનાવે છે અને શરીરમાં પાણીની કમી નથી થવા દેતું.

એનર્જેટિક અનુભવ

વિટામિન B12ની ઉણપ દૂર કરવા માટે આ જ્યુસને નિયમિત પીવા જોઈએ. આ જ્યુસ તમારા સ્વાસ્થ્ય માટે તો ફાયદેમંદ છે જ, પરંતુ આ સાથે જ તેનાથી તમને અંદરથી તાજગી અને એનર્જેટિક અનુભવ થશે.

હેલ્ધી જ્યુસના ફાયદા

વિટામિન B12ની ઉણપ શરીરને નબળું પાડી દે છે. આથી આવા જ્યુસનું પીવાથી તમે સરળતાથી આ કમી પુરી કરી શકો છો.

Benefits Of Pineapple: પાઈનેપલ ખાવાના 8 ચમત્કારિક ફાયદા