Benefits Of Pineapple: પાઈનેપલ ખાવાના 8 ચમત્કારિક ફાયદા


By Sanket M Parekh21, Mar 2025 03:48 PMgujaratijagran.com

પોષક તત્વોથી ભરપુર

અનાનસ અર્થાત પાઈનેપલ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ફળ છે. જેમાં એન્ટી ઑક્સિડેન્ટ, વિટામિન C, બીટા કેરોટીન, મીનરલ્સ અને ફોલેટ જેવા પોષક તત્વો પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જે શરીરને અનેક ગંભીર બીમારીઓથી બચાવવાનું કામ કરે છે. તો ચાલો જાણીએ પાઈનેપલ ખાવાના કેટલાક જાદુઈ ફાયદા વિશે વિગતવાર...

પાચનમાં મદદ

પાઈનેપલમાં બ્રોમેલેન નામનું એન્જાઈમ હોય છે, જે પાચન પ્રક્રિયાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. જે પેટમાં જમા વધારાના ગેસને નીકાળવામાં મદદ કરે છે, જેના પરિણામે અપચાની સમસ્યામાંથી મુક્તિ મળે છે.

વિટામિન Cથી ભરપુર

પાઈનેપલમાં વિટામિન C પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જે ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે. જેના પરિણામે શરદી-ખાંસી જેવા ચેપી રોગોથી બચવામાં મદદ મળે છે.

વજન ઉતારે

પાઈનેપલમાં ઓછી કેલેરી હોય છે અને તે ફાઈબરથી ભરપુર હોય છે. જે ભૂખને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જેના પરિણામે વજન ઉતારવાની પ્રક્રિયા સરળ બની જાય છે.

હાડકા માટે ફાયદેમંદ

પાઈનેપલમાં કેલ્શિયમ, ફાસ્ફોરસ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે. જે હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. જેના પરિણામે હાડકા સાથે સંકળાયેલી સમસ્યાઓનો ખતરો ટળી જાય છે.

બ્લડ પ્રેશર કંટ્રોલ કરે

પાઈનેપલમાં પોટેશિયમનું સારું એવું પ્રમાણ હોય છે. જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જેના પરિણામે આપણું હાર્ટ પણ હેલ્દી રહે છે.

બ્રેઈન બૂસ્ટર

પાઈનેપલ ખાવાથી માનસિક સ્વાસ્થ્યને પણ ફાયદો થાય છે. જેમાં રહેલ બ્રોમલેન બ્રેઈનને બૂસ્ટ કરવાનું કામ કરે છે. જેના પરિણામે આપણી યાદશક્તિ તેજ બને છે.

સ્કિન માટે ફાયદેમંદ

પાઈનેપલ ખાવાથી સ્કિન પર નિખાર આવે છે. જેમાં મળી આવતા એન્ટી ઑક્સિડેન્ટ્સ અને વિટામિન C સ્કિનને સુરક્ષિત રાખે છે અને કરચલીઓ દૂર કરવાનું કામ કરે છે.

પેટની સમસ્યામાં મુક્તિ

પાઈનેપલ પેટ સાથે સંકળાયેલી સમસ્યા જેમ કે કબજિયાત, એસિડિટી અને ગેસની સમસ્યાને દૂર કરવામાં પણ મદદ કરે છે. નિયમિત પાઈનેપલ ખાવાથી પેટ પણ સાફ રહે છે.

પલાળેલી કિસમિસ અને મગ એકસાથે ખાવાથી શું થાય?