બેંક ઈચ્છે છે કે સોનાની માફક જ ચાંદીનો ઉપયોગ પણ લોન માટે થાય. છેલ્લા એક વર્ષમાં ચાંદીની ભારતમાંથી નિકાસ આશરે 16 ટકા વધી છે.
એક વર્ષમાં ચાદીની નિકાસમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરી જ્વેલરી નિકાસકર્તા બેંકો પાસેથી ચાંદી, ચાંદીના આર્ટીકલ્સ અને આભૂષણના નિકાસની ખરીદી માટે લોન આપવા કહી રહ્યા છે.
બેંકોએ ગયા મહિને એક મીટિંગમાં મધ્યસ્થ બેંક સમક્ષ આ મુદ્દો રજૂ કરવાનો નિર્ણય કર્યો છે. ચાંદીના નિકાસ આશરે રૂપિયા 25 હજાર કરોડ સુધી પહોંચી ગઈ છે.
ભારતમાંથી નિકાસ થતી ચાંદીના ઘરેણાનું પ્રમાણ 16.02 ટકા વધી છે. આ નિકાસ કુલ મૂલ્ય રૂપિયા 23,492.71 કરોડ હતુ, જે ગયા વર્ષ રૂપિયા 20,248.09 કરોડ કરતા વધારે છે.