તાંબાની વીંટી કે કડું પહેરવાના અનેક છે ફાયદા, જાણો


By Pandya Akshatkumar2023-05-19, 15:48 ISTgujaratijagran.com

તાંબુ છે શુભ

જ્યોતિષ અને આયુર્વેદમાં તાંબાની વીંટી ધારણ કરવાના લાભ બતાવવામાં આવ્યા છે. જ્યોતિષશાસ્ત્રમાં તાંબાને સૌથી પવિત્ર અને શુધ્ધ ગણવામાં આવ્યું છે.

પેટના રોગ રાખે દૂર

આયુર્વેદ અનુસાર, તાંબાની વીંટી કે કડું પહેરવાથી સાંધાનો દુખાવો તેમજ પેટના રોગ દૂર થાય છે.

સૂર્ય અને મંગળ દોષ

જ્યોતિષશાસ્ત્ર અનુસાર તાંબાની વીંટીને રિંગ ફિંગરમાં ધારણ કરવી જોઈએ કેમકે તે સૂર્યની આંગળી છે.

લોહીનો પ્રવાહ

તાંબાની વીંટી પહેરવાથી લોહી સાફ રહે છે અને તેનો પ્રવાહ પણ સામાન્ય રહે છે.

માનસિક તણાવ ઓછો કરે

તાંબાની વીંટી પહેરવાથી માનસિક અને શારીરિક તણાવમાં પણ ઘટાડો થાય છે

માન સન્માનની પ્રાપ્તિ

તાંબાનો સંબંધ સૂર્ય સાથે છે અને સૂર્યને યશ અને કિર્તીનો કારક ગ્રહ ગણાય છે. તેને ધારણ કરવાથી સમાજમાં ઉચ્ચ પદની પ્રાપ્તિ થાય છે.

કરિયરમાં સફળતા

જો તમારી કુંડળીમાં સૂર્ય નબળો હોય તો કરિયરમાં પ્રોબ્લમ્સનો સામનો કરવો પડી શકે છે, જેથી કરિયરમાં સફળતા પ્રાપ્ત કરવા માટે તાંબાની વીંટી કે કડુ પહેરવું જોઈએ.

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બૉલિવૂડ એક્ટ્રેસે વિખેર્યો જલવો