ભૂલથી પણ ગણીને રોટલીઓ ના બનાવવી જોઈએ, નહીંતર થઈ જશો બરબાદ
By Sanket M Parekh
2023-05-18, 16:28 IST
gujaratijagran.com
માઁ અન્નપૂર્ણા નારાજ થશે
જો તમે પણ રોટલીઓ ગણીને બનાવો છો, તો જાણી લો આવું કરવાથી માઁ અન્નપૂર્ણા નારાજ થઈ જાય છે, જે અશુભ માનવામાં આવે છે.
ગ્રહો પર અસર
રોટલીઓ ગણીને બનાવવાથી ગ્રહોની દિશા પર માઠી અસર પડે છે. આથી જો તમે ઈચ્છો કે, તમારી ગ્રહદશા સારી રહે, તો રોટલી ક્યારેય ગણીને ના બનાવવી જોઈએ.
સૂર્ય દેવ નારાજ થશે
રોટલી ગણીને બનાવવી સૂર્ય દેવનું અપમાન કરવા સમાન છે. તેમના અપમાનથી તમારે જીવનમાં અનેક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
સ્વાસ્થ્ય પર અસર થશે
રોટલી ગણીને બનાવવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. એવામાં જો તમારી હેલ્થ પહેલાથી સારી ના હોય, તો તમારે ભૂલથી પણ રોટલીઓ ગણીને ના બનાવવી જોઈએ.
શ્વાન અને ગાયની રોટલી બનાવો
શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, રોટલી બનાવતી વખતે કાયમ પહેલી રોટલી ગાય માટે અને છેલ્લી રોટલી કૂતરા માટે બનાવવી જોઈએ.
હાથથી ના પીરસો
રોટલીને ક્યારેય હાથમાં લઈને સર્વ ના કરો. આ માટે હંમેશા પ્લેટનો ઉપયોગ કરવો જોઈએ. હાથથી સર્વ કરવી અશુભ મનાય છે.
3 રોટલી ના રાખો
પ્લેટ કે થાળીમાં ભૂલથી પણ 3 રોટલી ના રાખવી જોઈએ. આવું કરવું ગ્રંથોમાં અશુભ માનવામાં આવે છે. જો તમે પણ આવું કરતા હોય, તો ના કરશો.
SBIની કમાણીમાં બમ્પર ઉછાળો, અધધ...રૂપિયા 16695 કરોડ થયો
Explore More