Vastu Tips: પડદાનો આ રંગ ઘરમાં શાંતિ સાથે સમૃદ્ધિ લાવશે
By Sanket M Parekh2023-05-17, 16:29 ISTgujaratijagran.com
ઉત્તર દિશામાં
જો તમારા ઘરમાં કાયમ અશાંતિ રહેતી હોય અને પરિવારના લોકો વચ્ચે ઝઘડા થયા હોય, તો ઘરની ઉત્તર દિશાના રૂમમાં આસમાની રંગના પડદા લગાવવા જોઈએ. જે ઘરમાં શાંતિ લાવી શકે છે.
સબંધ સુધારવા માટે
જો સબંધો વણસ્યા છે અને અવારનવાર પાર્ટનર સાથે ઝઘડો થાય છે, તો એવામાં ગુલાબી રંગનો પડદો લગાવવાથી તમારા સબંધો સુધરી શકે છે.
પરિવારમાં પ્રેમ
વાસ્તુ મુજબ, લાલ રંગનો પડદો કાયમ ઘરની દક્ષિણ દિશામાં લગાવવો જોઈએ. જેથી પરિવારના લોકો વચ્ચે અંદરોઅંદર પ્રેમ વધે છે.
પૂજા ઘર માટે
ઘરના સભ્યોનું મન પૂજા-પાઠમાં ના લાગતુ હોય, તો પૂજા ઘરમાં પીળા રંગના પડદા લગાવવા જોઈએ. જેથી ઘરના સભ્યોના મનમાં ભક્તિની ભાવના પેદા થાય છે.
કરિયરમાં સફળતા
કરિયરમાં સફળતા મેળવવા માટે ઘરની પશ્ચિમ દિશાામં સફેદ રંગના પડદા લગાવવા જોઈએ. વાસ્તુ અનુસાર આવું કરવાથી ભાગ્યનો સાથ મળવા લાગે છે અને અટકેલા કામ થવા લાગે છે.
દેવામાંથી મુક્તિ
દેવાથી પરેશાન હોવ, તો ઘરની ઉત્તર દિશામાં બ્લૂ રંગના પડદા લગાવવા જોઈએ.
નોકરીમાં સફળતા
નોકરીમાં સફળતા ના મળતી હોય અથવા બિઝનેસમાં નુક્સાન થઈ રહ્યું હોય, તો ઘરની પૂર્વ દિશામાં લીલા રંગના પડદા લગાવવા જોઈએ.
ભારતની આ અનોખી જગ્યા પર ક્યારેય તમે ગયા છો? તો એકવાર અચૂક મુલાકાત લો