ભારતની વૃદ્ધિનો અંદાજ વર્ષ 2023-24માં વપરાશમાં ઘટાડો થવાને લીધે વૃદ્ધિ દર ધીમો પડીને 6.3 ટકા થઈ શકે છે,જે અગાઉના અંદાજ 6.6 ટકા કરતાં ઓછો છે.
વિશ્વ બેંકે ભારતની વૃદ્ધિને લઈ નવો અંદાજ વ્યક્ત કર્યો છે. બાહ્ય પરિસ્થિતિ તથા વૃદ્ધિને લઈ પડકારજનક સ્થિતિની અસર જોવા મળી શકે છે. આવકમાં પણ ધીમી વૃદ્ધિ થઈ શકે છે.
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ચાલુ ખાતાની ખાધ વર્ષ 2023-24માં ઘટીને 2.1 ટકા આવી શકે છે, જે અગાઉ ત્રણ ટકા હતી. અલબત ખાધની સ્થિતિ હળવી થવાના સંજોગોમાં અર્થતંત્ર માટે સારી માનવામાં આવે છે.
ફુગાવાને લગતા અંદાજ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે, RBIના મતે ફુગાવો 6.6 ટકાથી ઘટીને 5.2 ટકા થઈ શકે છે. વર્તમાન સમયમાં ફુગાવો 6 ટકાથી ઉપર જોવા મળી રહ્યો છે.